ફરિયાદ:ભાવનગર શહેરમાં પરિણિતાઓને સાસરિયા દ્વારા ત્રાસના બે બનાવો

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરતળાવ અને વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

સાસરિયા પક્ષ દ્વારા પુત્રવધુઓ પર ત્રાસના બે બનાવો પ્રકાશમાં આવ્યા છે. જેમાં પતિ, જેઠ, સાસું-સસરાના ત્રાસથી કંટાળી જઈ પરિણિતાઓ પોલીસ પાસે મદદ માટે પહોંચી હતી. જેમાં પહેલા બનાવમાં સીદસર ખાતે રહેતા અલ્પાબેન મહેશભાઈ સરધરાએ વરતેજ પોલીસ મથકમાં તેમના પતિ મહેશ વિષ્ણુભાઈ સરધરા, સસરા વિષ્ણુ સરધરા, સાસું વિજયાબેન વિષ્ણુભાઈ સરધરા અને જેઠ સંજય સરધરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, આજથી બે માસ પહેલા તેમણે દિકરીને જન્મ દેતા તેમના સાસરિયાને તે નહી ગમતા તેમને શારિરીક માનસિક ત્રાસ આપી, મેણાંટોણાં મારી, અપશબ્દો કહી માર મારી ત્રાસ ગુજારતા હતા. આ અંગે વરતેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં કુંભારવાડામાં રહેતા સીતાબેન અજયભાઈ રાઠોડે બોરતળાવ પોલીસ મથકમાં તેમના પતિ અજય સોમાભાઈ રાઠોડ, સાસુ કેશીબેન સોમાભાઈ રાઠોડ, જેઠ પવન સોમાભાઈ રાઠોડ (તમામ રહે. માઢિયા રોડ, કું.વાડા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના સાસરિયાઓ દ્વારા લગ્ન જીવન દરમિયાન અવારનવાર મેણાંટોણા મારી શારિરીક માનસિક ત્રાસ ગુજારી ઢીકા પાટુનો માર માર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સાસરિયા દ્વારા પરિણીતા પર ત્રાસના બનાવથી ઉલટ પિયર પક્ષ દ્વારા સાસરિયા પક્ષને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેમાં જીતેન્દ્રભાઈ મનુભાઈ જોગદિયા (રહે. ફુલસર)ને તેની પત્નિ સાથે નાની મોટી બાબતે ઘર કંકાસ થતો હોય તેની દાઝે પિયરપક્ષના કાનજી ગોહીલ, લીલાબેન ગોહિલ, મુકેશ, કિશન ગોહિલ, જીતુ ગોહિલ, રમેશ ગોહિલ, ગોપાલ ગોહિલ, નીમુબેન ગોહિલ, ચેતનાબેન ગોહિલ અને કંકુબેન ગોહિલ(તમામ રહે. નવાગામ-બડેલી)એ તેમના ઘરે આવી અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...