તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:શહેરમાં હજી 1.98 લાખ લોકો કોરોના રસી વિહોણા છતા 3 દી'રસીકરણ બંધ

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનોમાં હજી 63 ટકાને રસીકરણ બાકી, સિનીયર સિટિઝનોમાં જાગૃતી
  • આ ગતિએ રસીકરણ થશે તો ઓક્ટોબર આવે તો પણ પ્રથમ ડોઝ 100 ટકા નહીં થાય

ભાવનગર શહેરમાં કોરોના વિરૂદ્ધ રસીકરણમાં ગત સપ્તાહે ઝડપભેર રસીકરણ કરાશે તેવો દાવો કરાયેલો જે પોકળ સાબિત થયો છે કારણ કે ગઇ કાલ, આજે અને હજી આવતી કાલે પણ રસીનો પર્યાપ્ત જથ્થો ન હોવાને લીધે એક પણને રસીકરણ થયું નથી. શહેરમાં હજી 1.98 લાખ લોકોને રસીનો પ્રથમ ડોઝ લેવાનો બાકી છે ત્યારે આવી મંથર ગતિએ રસીકરણ થશે તો શહેરમાં કુલ 4,54,826 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવાનો લક્ષ્યાંક ઓક્ટોબરમાં પણ પૂર્ણ નહીં થાય.

છેલ્લા બે દિવસથી ભાવનગર શહેરમાં કોરોના રસીનો સ્ટોક ખૂટી પડ્યો છે તેના કારણે રસીકરણ કાર્યક્રમને બંધ રખાયો છે. રસીનો સ્ટોક નહીં હોવાના કારણે સરકારે ગઇ કાલ બુધવારે મમતા દિવસનું બહાનું કાઢી રસીકરણ કાર્યક્રમ બંધ રાખ્યો હતો. તો આજને ગુરૂવારે અને આવતી કાલ શુક્રવારે પણ રસીનો સ્ટોક ઉપલબ્ધ નહીં હોવાના કારણે રસીકરણ બંધ રાખવા નિર્ણય કરાયો છે.

આ બે દિવસ દરમિયાન જેમને બીજી રસી લેવા માટેના 84 દિવસ પુરા થઈ રહ્યાં છે તેમજ જેમને પ્રથમ ડોઝ લેવાનો છે. એવા સેંકડો લોકોને હેરાન થવું પડી રહ્યું છે. આમ ભાવનગર શહેરમાં જ્યારે લોકમાં રસીકરણ માટે જાગૃતિ આવી છે ત્યારે તંત્રએ પાછીપાની કરી છે અને રસીનો સ્ટોક ન હોય સતત ત્રણ દિવસ રસીકરણ બંધ રહેશે.

શહેરમાં 45થી વધુ વયનાની સ્થિતિ સારી
ભાવનગર શહેરમાં 45 કે તેનાથી વધુ વયના તમામ લોકો માટે રસીકરણનો કુલ લક્ષ્યાંક 1,69,284 છે તેની સામે આજ સુધીમાં 1,07,873 લોકોને રસીકરણનો પ્રથમ ડોઝ અપાઇ ગયો હોય 63.72 ટકા લોકોને રસીકરણમાં આવરી લેવાયા છે. તેમાં પણ 60 વર્ષથી વધુનાની સ્થિતિ વધુ સારી છે.

બીજો ડોઝ લેનારાની સ્થિતિ કફોડી
ભાવનગર શહેરમાં પ્રથમ ડોઝ લઇ લીધો હોય અને તેને 84 દિવસ થઇ ગયા હોય તેવા લોકો ગઇ કાલથી રસીકરણ માટે અટવાઇ ગયા છે. રસીનો પૂરતો સ્ટોક ન હોવાથી છેલ્લા એક સપ્તાહથી ગત એપ્રિલમાં રસી લેનારા હજારો લોકો બીજા ડોઝ માટે વેક્સિનેશન સેન્ટરો પર અટવાતા હાલત કફોડી થઇ હતી.

રસીકરણની સ્થિતિ

કુલ લક્ષ્યાંક4,54,826
પ્રથમ ડોઝ અપાયો2,55,958
પ્રથમ ડોઝની ટકાવારી56.28
અન્ય સમાચારો પણ છે...