તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:શહેરમાં 1,54,050 લોકો કોરોના વેક્સિન લઈ અને બન્યા સુરક્ષિત

ભાવનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 21,149 ફ્રન્ટલાઈન વર્કરે પ્રથમ ડોઝ લીધો

ભાવનગર શહેરમાં ગત તારીખ 16 જાન્યુઆરી થી સૌપ્રથમ આરોગ્ય વિભાગના કર્મચારીઓ નું કોરોના રસીકરણ શરૂ થયું હતું ત્યારબાદ ફ્રન્ટલાઈન વર્કર તેમજ 60 વર્ષથી વધુના સિનિયર સિટીઝન માટે રસીકરણ બાદ 45 વર્ષથી 59 વર્ષના લોકો અને હવે 18 વર્ષથી ઉપરના યુવાનો માટે કોરોના રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. જેમાં 16 જાન્યુઆરી આજ સુધીમાં કુલ 1,54,050 લોકોનું રસીકરણ થયું છે જેમાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર તેમજ 45થી વધુ વયના લોકોનો સમાવેશ થાય છે.

ભાવનગરમાં આજ સુધીમાં 10,770 આરોગ્ય કર્મચારીઓએ પ્રથમ ડોઝ અને 6,751 કર્મચારીઓએ બીજા ડોઝનું રસીકરણ કરાવવું છે. ફ્રન્ટલાઈન વર્કરમાં 21,149 પ્રથમ ડોઝ અને 6,955 વર્કરે બીજા ડોઝનું રસીકરણ કરાવ્યું છે. જ્યારે 45 થી 60 વર્ષના લોકોમાં 40,737 લોકોએ પ્રથમ ડોઝ અને 9719 બીજા ડોઝનું રસીકરણ કરાવ્યું છે. જ્યારે 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનોમાં 40,483 લોકોએ પ્રથમ ડોઝ અને 17,486 લોકોએ બીજા ડોઝનું રસીકરણ કરાવ્યું છે. આમ, 45 વર્ષથી વધુના કુલ 81,220 લોકોએ પ્રથમ ડોઝ અને 27,205 લોકોએ રસીકરણનો બીજો ડોઝ લઈ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો