સિન્ધુ સેનાના દ્વારા દર વર્ષેનીં જેમ પરંપરાગત લોહરી ત્યોહારની ઉજવણી શહેરના ઘોઘા સર્કલ ટિ.વી. કેન્દ્ર પાસે ઘામઘુમપૂર્વક કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો હાજરી આપેલ લોહરીની પૂજા અર્ચના પછી દેશના ખેડૂતોને સારું પાક આવે અને સરહદ પર દેશની રક્ષા કરનાર સેનિકોને જવાનોને ઈશ્વર શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
મકરસંક્રાંતિના એક દિવસ પહેલા ઉજવવામાં આવે લોહરી ત્યોહારનું સિંધી અને સીખ સમાજમાં વિશેષ સ્થાન છે સિન્ધુ સેના સીવાય શહેરના વિવિધ સ્થાનો ખાતે આ ત્યોહારની ઉજવણી સિંધી સમાજ દ્વારા કરવામાં આવી હતી. લોહરીનો પવિત્ર તહેવાર દર વર્ષે મકરસંક્રાંતિના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે લોહરીનો તહેવાર નવા પરિણીત યુગલો અને નવા જન્મેલા બાળકો માટે ખાસ છે.
સમગ્ર દેશમાં લોહરીનો તહેવાર પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે
સમગ્ર દેશમાં લોહરીનો તહેવાર પૂરા ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવવામાં આવે છે. લોહરી ત્યોહાર પંજાબ, હરિયાણા, હિમાચલમાં આ લોહરીનું ખુબ મહત્ત્વ છે ભાવનગરમાં પંજાબી અને સિંધી સમાજ મનાંવે છે આ ત્યોહાર આજના દિવસે ખેડૂતો અને સેનાનાં જવાનો માટે કરવામાં આવે છે પ્રાર્થના ભગવાન જવાનો અને કિસાનોને શક્તિ આપે આવી તેવી પ્રાર્થના કરવામાં આવી હતી, દરેક વ્યક્તિને આ તહેવાર ગમે છે, જે ખુશીની ભેટ આપે છે. લોહરીનો પવિત્ર તહેવાર દર વર્ષે મકરસંક્રાંતિના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. લોહરીમાં ચોકમાં લાકડાનો હારમાળા ગોઠવીને ત્યારબાદ તેને પ્રગટાવવામાં આવે છે અને તેની પૂજા, પ્રદક્ષિણા કરવામાં આવે છે. કાર્યક્રમમાંમાં શ્રદ્ધાળુઓ, સામજિક અને રાજકીય, આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.