તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચક્કાજામ:તળાજા મહુવા હાઇવે ઉપર પસવી ગામે બિસ્માર રોડ મામલે લોકોએ ચક્કાજામ કર્યો

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત અધિકારી સહિત પોલીસની સમજાવટથી આંદોલન સમેટાયું
  • આવતીકાલથી હાઇવેનું કામ શરૂ કરવામાં આવશે

ભાવનગર જિલ્લાના તળાજા-મહુવાના બિસ્માર હાઇવે મામલે આજે પસવી ગામ પાસે લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું. જેના પગલે પ્રાંત અધિકારી સહિત પોલીસ કાફલો દોડી ગયેલ અને લોકો સાથે મધ્યસ્થી બનતા આંદોલન સમેટાયું હતું.

તળાજા મહુવા હાઇવે અતિ બિસ્માર હાલતમાં છે. જેનાં કારણે પસાર થતા વાહન ચાલકો અને મુસાફરોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ અંગેની તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતા તંત્રના પેટનું પાણી ન હલતા અને પ્રશ્નનો કોઇ ઉકેલ ન આવતા આજે સવારે પસવી ગામે લોકો એકઠા થયા હતા. અને હાઇવે ચક્કાજામ કર્યો હતો. જેની જાણ થતાં પ્રાંત અધિકારી ઉપરાંત તળાજા મહુવા, દાઠા પોલીસ અધિકારીઓ સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા અને આવતીકાલથી હાઇવેનું કામ શરૂ કરવામાં આવશે. તેવી તંત્ર દ્વારા ખાત્રી અપાતા આંદોલન સમેટાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો