ગરમીમાં થોડી રાહત:બપોરે 24 કિલોમીટરની ઝડપે લૂ ફૂંકાઇ, હવામાં ભેજનું પ્રમાણ વધીને 32 ટકા થયુ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભાવનગરમાં બપોરે તાપમાન 38.6 ડિગ્રી, રાત્રે ઉષ્ણતામાન 2.4 ડિગ્રી વધીને 25.6 ડિગ્રી થયું

ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે 24 કિલોમીટરની ઝડપે લૂ ફૂંકાતા બપોરે ગરમીનો પ્રભાવ યથાવત રહ્યો હતો. જ્યારે રાત્રે પવનના સૂસવાટાને લીધે ગરમીમાં થોડી રાહત રહી હતી. દરમિયાનમાં શહેરમાં બપોરે હવામાં ભેજનું પ્રમાણ વધીને 32 ટકા થઇ ગયું હતુ.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન વધીને 39.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ જે આજે ઘટીને 38.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ પણ ગરમી ઘટી તેનો કોઇ પ્રભાવ અનુભવાયો ન હતો. શહેરમાં ગઇ કાલે હવામાં ભેજનું પ્રમાણ 27 ટકા હતું તે આજે વધીને 32 ટકા થયું હતુ. જેથી બપોરે બફારો વધ્યો હતો. શહેરમાં 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 23.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ તે આજે 2.4 ડિગ્રી સેન્ટી્ગેડ વધીને 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ઼ હતુ.

જ્યારે ગઇ કાલે શહેરમાં પવનની ઝડપ સાંજના સમયે 18 કિલોમીટર હતી તે આજે વધીને 24 કિલોમીટર થઇ જતા બપોર બાદસાંજે પવનના સૂસવાટા ફૂંકાતા ગરમીમાંથી નગરજનોને થોડી રાહત મળી હતી. આમ, તાપમાન ઘટ્યું પણ ગરમીના પ્રમાણ પર અસર થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...