ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો:બપોર બાદ એકાએક વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડતાં ખેડૂતોની ચિંતા વધી

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ભાવનગર જિલ્લાના ઉમરાળા, વલભીપુર, પાલીતાણા, જેસર પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.

હવામાન વિભાગ દ્રારા આગાહીના પગલે
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીના પગલે સમગ્ર સૌરાષ્ટ્રની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં તા.4 થી 6 દરમિયાન કમોસમી માવઠુ પડવાની રાજ્યના હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે આજે ભાવનગર જિલ્લાના ઉમરાળા અને સોનગઢ પંથકમાં બપોર બાદ કમોસમી વરસાદ પડ્યો હતો, હાલ ઉમરાળા તાલુકાના રંઘોળા, ઠોંડા, હડમતીયા લાખાવાડ સહિત આસપાસના ગ્રામ્ય પથકમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

આવતીકાલે કમોસમી વરસાદની સંભાવના છે
ભાવનગર શહેર અને જિલ્લાભરમાં આવતીકાલે માવઠાની હવામાન ખાતાની આગાહી કરી છે ત્યારે આજે શનિવારે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યું હતુ બપોરે થોડા સમય માટે તડકો નીકળ્યો હતો. સાંજે ફરી વાતાવરણ ધૂંધવાયું હતું. જિલ્લામાં આવતીકાલે કમોસમી વરસાદ પડે તેવો માહોલ ઊભો થયો છે. દિવસ ભર વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે મહત્તમ તાપમાન 37.3 ડીગ્રી રહેવા પામ્યુ હતુ. માવઠાની અસરના પગલે ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે,

અન્ય સમાચારો પણ છે...