ભાવનગર માં સર.ટી. ખાતે 20 જુલાઈ નાં રોજ કેન્સર હોસ્પિટલ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ નાં 20 દિવસ બાદ અત્યાર સુધીમાં કેન્સર નાં નવા 150 કેસ નોંધાય ચૂક્યા છે. ભાવનગર માં હાલમાં કેન્સર હોસ્પિટલ નું સમગ્ર સંચાલન ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવે છે. હાલમાં સર.ટી ખાતેની કેન્સર હોસ્પિટલ માં ફક્ત ઓ.પી.ડી. શરૂ છે. હજીસુધી કોઈપણ પ્રકારની સર્જીકલ પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છેકે ભાવનગર માં દર મહિને 300 થી વધુ કેન્સર નાં દર્દીઓ નોંધાય છે. સૌરાષ્ટ્ર માં માવા ખાવાની આદત નાં લીધે દર વર્ષે મોઢા નાં કેન્સર નાં દરદીઓની સંખ્યામાં અઢળક વધારો થાય છે. અત્યારે રોજિંદા આવતા દરદીઓની રેડિયેશન થેરાપી શરૂ કરી દેવામાં આવી છે. રેડિયેશન થેરાપી નો દર્દીઓને શેક આપવામાં આવે છે. અત્યારે અહીં સિટી સ્ટીમ્યુલેટર, બ્રેકી થેરાપી અને લીનીયર એકસીલેટર જેવા 25 કરોડ ની રકમ નાં મશીન લાવવામાં આવ્યા છે.
જ્યારે કેન્સર હોસ્પિટલ નું બાંધકામ કરવા પાછળ 32.11 કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો છે. આ તમામ ખર્ચ બાદ પણ હાલમાં અહીં કોઈ ઓપરેશન કરવામાં આવી રહ્યા નથી. રોજિંદા ઓ.પી.ડી શરૂ છે જ્યાં બોટાદ, ભાવનગર શહેર અને ગ્રામ્ય તથા અમરેલી જિલ્લાના દર્દીઓ પણ સારવાર માટે આવી રહ્યા છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.