ભરઉનાળે પાણીની સમસ્યા:ઘોઘાના થળસર ગામે મહિલાઓએ ફાળો એકત્રિત કરી સરકારમાં જમા કરાવ્યા છતાં પાણી માટે વલખાં

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો રજૂઆત કરવા માટે શહેરની પાણી પુરવઠા કચેરીએ દોડી આવ્યા

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના થળસર ગામેના લોકફાળો સરકારમાં જમા કરાવવા છતાં પણ છેલ્લા એક મહિનાથી પાણી આપવામાં આવ્યું નથી. જેને લઈને આજે મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો રજૂઆત કરવા માટે શહેરની પાણી પુરવઠા કચેરીએ દોડી ગયા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી.

ઉનાળો આવતાની સાથે શહેર અને જિલ્લામાં પાણીની પળોજણ શરુ થઈ ગઈ છે. શહેરમાં તો ઠીક પણ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં હાલ પરિસ્થિતિ ખુબ જ ખરાબ જોવા મળી રહી છે. હાલ ગામડાઓની સ્થિતિ એવી છે કે, મહિલાઓને પાણી માટે કિલોમીટર સુધી આમથી તેમ દોડધામ કરવી પડે છે. પીવાના પાણી માટે મહિલાઓ વલખા મારી રહી છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના થળસર ગામમાં હાલ પાણીની પળોજણને લઈને ગામ લોકોની સહનશક્તિનો અંત આવી ગયો છે. કારણ કે, થળસર ગામે છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી નહી આવતા લોકો આજે મોટી સંખ્યામાં રજૂઆત કરવા ભાવનગર પાણી પુરવઠાની ઓફિસે દોડી આવ્યા હતા.

થળસર ગામે આમ તો પાણીની સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી છે, જોકે મહિલાઓએ રાતદિન કાળી મજૂરી કરી અને ઘર દીઠ એક-એક હજાર રૂપિયા એકઠા કરી અને પાણી માટે લોકફાળો એકત્રિત કરી ભર્યા હતા અને વાસ્મો માં પાણી આવશે તેવી આશાએ જમા કરાવ્યો, પરંતુ પાણી ના આવ્યું તે નાં જ આવ્યું.

છેલ્લા એક મહિનાથી તો પાણી માટે આ ગામના લોકોને આમથી તેમ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. આખરે મહિલાઓ અને ગામલોકોની સહન શક્તિનો અંત આવી ગયો હોય તેમ આખરે ગામલોકો મોટી સંખ્યામાં પાણી મુદે રજૂઆત કરવા માટે પાણી પુરવઠાની કચેરી દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...