જીવના જોખમે મુસાફરી:ભાવનગરના તળાજા પંથકમાં એસટી બસની અપૂરતી સુવિધાના કારણે વિદ્યાર્થીઓ પરેશાન, છકડા રિક્ષામાં મુસાફરી કરવા મજબૂર

ભાવનગર10 દિવસ પહેલા
  • સ્થાનિક ધારાસભ્યએ વિદ્યાર્થીઓની સમસ્યા અંગે એસટી વિભાગ સમક્ષ રજૂઆત કરી

ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં ST બસ સુવિધાના અભાવના કારણે મોતની સવારીનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં છકડામાં 20 થી 25 વિદ્યાર્થીઓ બેસીને શાળાએ જતા હોય તેવા વીડિયો વાઈરલ થયો છે.

ગામડાઓમાં એસ ટી બસની સુવિધાનો અભાવ
ભાવનગર જિલ્લાના અનેક ગામડાઓમાં એસ.ટી બસની અપૂરતી સુવિધાના કારણે ભાવનગર જિલ્લાના તળાજાના ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવવા માટે પોતાના જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. સ્કૂલના બાળકો એસ.ટી બસમાં જગ્યા ન હોવાથીના છૂટકે છકડો રીક્ષામાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

ધારાસભ્યએ ST વિભાગને રજૂઆત કરી
આ વીડિયો અંગે તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા જણાવ્યું હતું કે આ વીડિયો જે છે તે તળાજા મતવિસ્તારના ઉચડી ગામનો છે જેમાં એસટી બસની સુવિધા ન હોવાને કારણે 40-45 દીકરીઓ દરરોજ શાળાએ જીવના જોખમ અભ્યાસ કરવા મજબૂર બને છે આજે તળાજાના ધારાસભ્યએ તળાજા એસ.ટી વિભાગમાં કરી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...