કરોડોની છેતરપિંડીનો મામલો:સુરતમાં 63 કરોડની છેતરપિંડી કેસમાં ફરાર ઠગ તળાજાના રોયલ ગામેથી ઝડપાયો

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર એલસીબી દ્વારા ધરપકડ કરવામા આવી

સુરત શહેરમાં આયુર્વેદિક પ્રોડક્ટ્સ ના વેચાણમા લોભામણી સ્કીમ જાહેર કરી લોકો પાસે થી રૂપિયા 63 કરોડ ખંખેરી ગાયબ થઈ ગયેલ મૂળ તળાજા તાલુકાના રોયલ ગામના ઠગ ને ભાવનગર એલસીબી ની ટીમે તેના રોયલ ગામે આવેલ ઘરેથી ઝડપી લીધો હતો.

સમગ્ર બનાવ અંગે ભાવનગર એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રોયલ ગામનો વતની અને સુરતના કામરેજ સ્થિત 107 લક્ષ્મીકાન્ત વિભાગ 02 માં રહેતા મહેન્દ્ર ભરત પંડ્યા ઉ.વ.36 વિરુદ્ધ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 63 કરોડની ઠગાઈ આચર્યાનો ગુનો નોંધાયો હતો, આ ફરિયાદ દાખલ થયા બાદ આરોપી સતત નાસતો ફરતો હતો.

ભાવનગર એલસીબી ની ટીમને બાતમી મળી હતી કે આરોપી હાલ તેના વતન રોયલ ગામે તેના ઘરે હાજર છે આથી ટીમે તેના ઘરે રેડ કરી આરોપી મહેન્દ્ર ભરત પંડ્યા ની ધડપકડ કરી સુરત પોલીસને જાણ કરી હતી આ આરોપી એ આયુર્વેદિક-હર્બલ દવા કોસ્મેટિક પ્રોડક્ટ્સ ના વેચાણ માં કોઈ સ્કીમ કરી લોકો ને ગાળીયામા લય 63 કરોડની ઠગાઈ આચરી નાસી છુટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...