શિક્ષણ:ધો.1 થી 5માં બાળકોને પ્રત્યક્ષ શિક્ષણની ટેવ કેળવવી પડશે

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવનગર જિલ્લામાં સાડા પાંચ લાખ વિદ્યાર્થીઓના અભ્યાસનો પુન: આરંભ થશે

આવતી કાલ તા.22 નવેમ્બરને સોમવારથી 21 દિવસીય દિવાળી વેકેશન બાદ શાળાઓમાં શિક્ષણ કાર્યનો પુન: પ્રારંભ થવાનો છે ત્યારે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આજે ધો.1થી 5ના શાળામાં શિક્ષણ કાર્યના આરંભની પણ જાહેરાત કરતા હવે 20 માસ બાદ ધો.1થી ધો.12માં શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્યનો આરંભ સોમવારથી થઇ જશે. દિવાળી વેકેશન તો ધો..6થી 12ના વિદ્યાર્થીઓ માટે હતુ પણ આવતી કાલથી ધો.1થી ધો.12ના તમામ વિદ્યાર્થીઓ માટે ખુલશે.

ભાવનગર જિલ્લામાં સાઠા પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓ સાથે સોમવારથી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના પરિસર ગુંજતા થઇ જશે. સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું પડશે. તેમજ ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે. સાથે બાળકોને પ્રત્યક્ષ શિક્ષણની ટેવ કેળવવી પડશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ 2020માં કોરોના સંક્રમણની શરૂઆત થતા રાજ્યમાં 15 માર્ચ, 2020થી સ્કૂલો બંધ કરવામાં આવી હતી. આમ હવે 20 મહિના બાદ ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ થશે.

બાળકોની રૂચિનો અભ્યાસ કરાવાશે
એક માસ તમામ શાળાઓ બાળકોને પુન: નોર્મલ કોર્સમાં લાવવા ક્રેશ કોર્સ અમલમાં મુકવા પડશે. સતત પ્રોત્સાહન આપવું પડશે. ભાવનગરની સ્વનિર્ભર શાળાઓ પણ બાળકોની લખવાની, વાંચવાની, વર્ગમાં સમૂહમાં ભણવાની આદત છૂટી ગઇ છે તે પુન: કાર્યરત કરવા પ્રયત્નશીલ રહેશે. તમામ શાળાઓમાં કોરોનાની તમામ ગાઇડલાઇનનું પાલન થશે. -મનહરભાઇ રાઠોડ, પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, ભાવનગર

અભ્યાસમાં કચાશ રહી હશે તે દુર થશે
કોરોના કાળમાં ઘરે રહી નાના બાળકો વર્ગખંડ જેવું શિક્ષણ મેળવી ન શક્યા હોય તે સ્વાભાવિક છે ત્યારે ભાવનગરમાં હવે સોમવારથી ધો.1થસ 5ની શાળાઓમાં શિક્ષણ શરૂ થતા બાળકોમાં આ 20માસ દરમિયાન રહી ગયેલી કચાશ દુશ થશે. કારણ કે ઓનલાઇન શિક્ષણથી બાળકોનું સંપૂર્ણ શિક્ષણ તેમજ વ્યક્તિત્વ ઘડતર અશક્ય છે. આથી હું આ નિર્ણયને આવકારૂં છુ.- ચિંતન ચૌહાણ, વાલી, સ્વામિનારાયણ ગુરૂકુળ

પ્રત્યક્ષ શિક્ષણથી બાળકોને ફાયદો થશે
એક શિક્ષણ તરીકે મારો અનુભવ છે કે બાળક ઓનલાઇન કરતા વર્ગમાં શિક્ષક પાસે પ્રત્યક્ષ શિક્ષણમાં વધુ કેળવણી પામે છે. જો કે કોરોનામાં તે. જરૂરી હતુ. પણ હવે શાળાઓમાં વર્ગમાં શિક્ષણ શરૂ થતા ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ શાળાઓ ગુંજતી થશે શિક્ષણમાં જે હાનિ કોરોનાએ પહોંચાડી છે તે દુર થશે. આથી આ નિર્ણય આવકાર્ય છે.- ઉદય એન.મારૂ, આચાર્ય,લાખણકા પ્રાથમિક શાળા

અન્ય સમાચારો પણ છે...