દર્દીની સાથે આવેલ સંબંધીઓને હાલાકી:સર ટી.માં દર્દીઓના સંબંધીને બહાર સુવાની ફરજ

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીના સંબંધી માટે દરેક ઋતુમાં રક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ

શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દર્દીની સાથે આવેલ સંબંધીઓ રાત્રે સુવાની વ્યવસ્થા ન હોવાથી તેમને બહાર સૂવાની ફરજ પડે છે. હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ પથિકાશ્રમ બનાવાય કે જેમાં દર્દીના સંબંધીને દરેક ઋતુમાં રક્ષણ મળી રહે તેવી લોકમાંગ ઉઠી છે.

શહેરની આ હોસ્પિટલમાં શહેરના તથા બહાર ગામના દર્દીઓ પણ સારવાર લેવા માટે દાખલ થયેલા હોય છે. ત્યારે દર્દીની સાથે આવેલ માત્ર એક સંબંધીને જ સાથે રહેવાની છૂટ આપવામાં આવે છે, બાકીના ગ્રામ્ય વિસ્તારથી સાથે આવેલ સંબંધીઓને બહાર સૂવું પડતા ભારે હાલાકી ભોગવી પડે છે.

સંબંધીઓને બહાર સૂવું પડતા ભારે હાલાકી
જો હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ પથિકાશ્રમ બનાવાય કે જેમાં દર્દીના સંબંધીને શિયાળો, ઉનાળો, ચોમાસું જેવી ઋતુમાં રક્ષણ મળી રહે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. સર ટી. હોસ્પિટલના કેમ્પસમાં સ્થિત કેન્સર હોસ્પિટલમાં સ્ત્રીઓનો મેડિસિન, ઓપ્થલ જેવા વોર્ડ આવેલા છે. જેથી દર્દીની સાથે એક મહિલા સંબંધીને સાથે રહેવાની છૂટ હોય અને બાકીના સંબંધીઓને રાત્રિના સમયે સાથે રહેવાની મંજૂરી ન હોવાથી આજે કમોસમી વરસાદની હાલતમાં પણ તેઓને બહાર ધકેલવામાં આવ્યા હતા. જેથી તેઓને ભારે હાલાકી ભોગવી પડી હતી.

દર્દી સાથે એક સંબંધીને રહેવાની છૂટ મળે છે
હાલ હોસ્પિટલને ફેરવણી કાર્યવાહી થઈ રહી છે ત્યારે જગ્યાનો અભાવ જણાય છે. તેમજ પ્રથમ પ્રાથમિકતા દર્દીને આપવામાં આવે છે જેથી તેમના સંબંધીને સાથે રહેવા એક વ્યક્તિને છૂટ અપાય છે. જોકે હોસ્પિટલમાં વિવિધ જગ્યાઓ પર બેન્ચવાળો વિસામો બનાવાયા છે. તેમાં પણ લોકો સુતા હોય છે. પરંતુ દર્દીને તેમની ઓચિંતી જરૂર પડે તે માટે તેઓ વોર્ડની નજીક જ સુવાનું પસંદ કરતા હોય છે. - ડો.આદેશરા, RMO, સર ટી. હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...