તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુઓ બચાવાયા:સિહોરમાં જીવદયા પ્રેમીઓએ કતલખાને લઈ જવાઈ રહેલા 13 અબોલ જીવને છોડાવ્યા

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ટ્રક સહિત રૂ.4.55 લાખનો મુદ્દામાલ સિહોર પોલીસે કબ્જે કર્યો

ભાવનગરના સિહોરમાં ગઇકાલે રાત્રે જીવદયા પ્રેમીઓએ 13 અબોલ જીવોને કતલખાતે જતા બચાવ્યા છે. જીવદયા પ્રેમીઓએ બાતમીના આધારે ટ્રક સહિતના 4.55 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા હતા અને સિહોર પોલીસના હવાલે કર્યા હતા. પોલીસે આરોપીઓને જેલમાં ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સિહોરમાં રહેતા જીવદયા પ્રેમીઓને ચોક્કસ બાતમી મળી હતી કે અબોલ પશુઓને કતલખાને લઇ જવાઈ રહ્યાં છે. જેથી જીવદયા પ્રેમીઓ સિહોર બસસ્ટેન્ડ પાસે વોચમાં હતા. જે દરમિયાન ટ્રક નં-જી-જે-18એકસ-8809 ત્યાંથી પસાર થઇ હતી. જેને અટકાવીને તપાસ હાથ ધરતા ટ્રકમાં ખીચોખીચ હાલતમાં પાણી-ચારો વિના ઠાસેલા 13 ભેસ મળી આવી હતી.

જીવદયાપ્રેમીઓએ ચાલક અસ્લમ આસીફ પઠાણ ઉ.વ.27 રે.સિહોર તથા કલીનર કિશન પુના મકવાણા ઉ.વ.21, રે.સિહોર વાળા યોગ્ય દસ્તાવેજ અગર ખુલાસો ન આપતાં સિહોર પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપીઓની પુછપરછ કરતાં આ અબોલ જીવ ભરૂચ કતલખાને લઈ જઈ રહ્યાં હોવાની કેફિયત આપી હતી. પોલીસે કુલ રૂ. 4.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને જેલમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...