હત્યા:ભાવનગરના સિદસર ગામે સામાન્ય બાબતે યુવકની હત્યા નિપજાવાઈ, ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામા આવ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી ફરાર થઈ જતા શોધખોળ હાથ ધરવામા આવી

ભાવનગર શહેર ના સિદસર ગામ વિસ્તારમાં આવેલ 25 વારીયા વિસ્તારમાં સામાન્ય બાબતે બોલાચાલી થતાં યુવાનની છરી ના ઘા ઝીકી હત્યા કરી આરોપી નાસી છુટ્યો હતો.

સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર વરતેજ પોલીસ મથક હેઠળ આવતા સિદસર ગામે વાળુકડ રોડ પર 25 વારીયા વિસ્તારમાં રહેતો વિષ્ણુ મનુ મકવાણા નામનો યુવાન આજે સાંજના સમયે પરિવાર સાથે ભોજન લેવા બેઠો હોય એ દરમ્યાન સચીન બાબુ કોળી નામનાં કુખ્યાત શખ્સ સાથે કોઈ બાબતે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા સચીને વિષ્ણુને ઉપરાછાપરી છરીના ઘા ઝીકી દેતાં ગંભીર રીતે ઘવાયેલ વિષ્ણુએ સ્થળપર જ દમ તોડ્યો હતો. આ ઘટનાને અંજામ આપી હત્યારો ફરાર થઈ ગયો હતો.

આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોય અને આ બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં માહોલ તંગ બનતા સીટી ડીવાયએસપી સફીન હસન એસઓજી,એલસીબી તથા વરતેજ પોલીસ નો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...