કુતરાઓમાં વાઇરલ ફિવર:સૌરાષ્ટ્રમાં પાર્વોથી થતા કુતરાના મૃત્યુ ખતરાની ઘંટડી સમાન

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગલુડિયાઓને ચેપનું જોખમ વધુ, એક કુતરામાંથી બીજા કુતરામાં આસાનીથી ફેલાવો

ભાવનગર માં અત્યારે કુતરોમાં વાઇરલ ફીવર નાં કિસ્સાઓ ખૂબ વધી રહ્યા છે. આ વાઇરસ કૂતરા માટે જીવલેણ સાબિત થાય છે.કેનાઇન પાર્વોવાઈરસ અથવા સીપીવી તરીકે પણ ઓળખાતા વાઇરસ નાં હુમલાના લીધે આંતરડામાંથી લોહી નીકળવાનું શરૂ થઈ જાય છે. આ વાઇરસ ચેપી પણ છે. ગલુડિયાઓને ખૂબ જ ઝડપથી તેની અસર થાય છે. પાર્વોવાયરસથી થતાં લક્ષણો તેમને ખૂબ જ નબળા બનાવે છે અનેરોગપ્રતિકારક તંત્રને આ રોગ સામે લડવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. અત્યારે સૌરાષ્ટ્રમાં આ વાઇરસ થી કૂતરાઓની મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે.

પાર્વોના લક્ષણોમાં લોહી સાથે દુર્ગંધયુક્ત ઝાડા, ઉલટી, ભૂખ ઓછી થવી, ખોરાક ન લેવો, અચાનક વજન ઘટવો, નબળાઈ, હતાશા, તાવ અને અચાનક મૃત્યુ શામેલ છે.છ અઠવાડિયાથી છ મહિનાના કુતરાઓ ગૌણ ચેપ માટે પણ વધુ સંવેદનશીલ હોય છે, અથવા તેઓ ડિહાઇડ્રેશનથી મૃત્યુ પામે છે. પારવોમાંથી સાજા થતાં કૂતરા માટે સરેરાશ હોસ્પિટલમાં રહેવાનો સમય પાંચથી સાત દિવસનો હોય છે. દુર્ભાગ્યવશ, ગલુડિયાઓની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી મૃત્યુદર વધુ હોય છે. પાર્વોવાળા કૂતરાઓ અને ગલુડિયાઓને આઈસોલેશનમાં મૂકવા જ જોઇએ અને અન્ય પ્રાણીઓથી તેને દૂર રાખવો જોઈએ. પાર્વોથી થતી મોટાભાગની મૃત્યુ લક્ષણો શરૂ થયા પછી 48 થી 72 કલાકની અંદર થાય છે. તમે જેટલી ઝડપથી સહાય લેશો, તેટલી તમારા પાલતુના અસ્તિત્વની શક્યતા વધારે છે.

એનિમલ ફેક્ટ ફાઈલ

  • આ રોગ બિલાડીઓમાં જોવા મળતો નથી.
  • આ રોગ વાતાવરણમાં અચાનક ફેરફાર થવાથી પેંડેમીક બને છે.
  • વેકસીનેટેડ ડોગમાં પણ પાર્વો વાઈરસ થઈ શકે છે, પરંતુ તેમાં રિકવરી રેટ વધુ હોય છે.
  • દર 10 પાર્વો પેશન્ટમાંથી 7 મૃત્યુ પામે છે.
  • આ રોગને કાબુમાં લાવવો ખૂબ મુશ્કેલ છે.
અન્ય સમાચારો પણ છે...