ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી:ભાવનગરના સરદારનગર વિસ્તારમાં ગણપતિને દીપ માળા અને 56 ભોગ ધરાવાયો

ભાવનગરએક મહિનો પહેલા
  • રામદરબાર, સત્યનારાયણ ભગવાનની કથા, સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન

ભાવનગર શહેર અને જિલ્લામાં ગણેશ મહોત્સવની ઠેર ઠેર ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે સરદારનગર વિસ્તારમાં આવેલા ઉપનિષદ સ્કાય પરિવાર દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગણપતિ બાપ્પાને દીપમાળા તેમજ 56 ભોગ ધરવામાં આવ્યો હતો. જેનો લાભ ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં લીધો હતો.

અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા ઉપનિષદ સ્કાય પરિવાર દ્વારા 7 દિવસ સુધી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા.31 થી 7 સપ્ટેમ્બર સુધી ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ ધાર્મીક કાર્યક્રમો યોજાય છે. રામદરબાર, સત્યનારાયણ ભગવાનની કથા, રાસ-ગરબા, સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ભાવેણાની જનતાને દર્શનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું, ઉપનિષદ્ સ્કાય પરિવારના ભાઈઓ તથા બેહનોને આયોજનની સુંદર સજાવટ ઉપનિષદ્ સ્કાય પરિવારની દિયાબેન હિરેનભાઈ વોરાએ કરેલી હતી.

કોરોના મહામારીના બે વર્ષના બાદ ઠેરઠેર ઉજવણી
​​​​​​​
કોરોના મહામારીના કારણે બે વર્ષના વિરામ બાદ ફરીથી શહેર અને જિલ્લામાં ગણેશોત્સવના આયોજનો કરવામાં આવ્યાં છે, શહેરમાં વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ મંડળો, સોસાયટીઓ અને સંસ્થાઓ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજનો કરવામાં આવ્યું છે, જેના પંડાલ ઉભા કરવા સહિત ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે, શહેરના ઘોઘાસર્કલ, રૂપાણી, વડવા, કણબીવાડ સહિત અનેક વિસ્તારોમાં ગણેશોત્સવના વિશાળ આયોજનો કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...