દાદાને પતંગ-દોરીનો શણગાર:સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને મકરસંક્રાંતિ પર્વ નિમિતે રંગબેરંગી પતંગ-દોરીનો શણગાર કરી લાડું, ચીકીનો ભોગ ધરાવાયો

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવ્ય ગૌ પૂજન, વિશ્વશાંતિ હનુમાન ચાલીસા યજ્ઞની પૂર્ણાહૂતિ કરવામાં આવી

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે રંગબેરંગી પતંગો-દોરીના શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ દાદાને તલના લાડું, ચીકી, શીંગપાગ, ખજુરપાક, કાળાતલનું કચરીયું, શેરડી, સુખડી, મમરાના લાડું વગેરે ધરાવવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે મકરસંક્રાંતિ દાન પર્વ નિમિતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળાની પ્રેરણાથી એવું કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવને દિવ્ય વાઘા ધરાવી મંગળા આરતી પૂજારી સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા કરવામાં આવી હતી. તેમજ રંગબેરંગી પતંગો-દોરીના શણગાર કરી શણગાર આરતી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી.

દાદાને તલના લાડું, ચીકી, શીંગપાગ, ખજુરપાક, કાળાતલનું કચરીયું, શેરડી, સુખડી, મમરાના લાડું વિગેરે અનેક ધરાવવામાં આવ્યાં હતા. કોઠારી વિવેકસાગરદાસ સ્વામી, શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી એવં યજમાન પરિવાર દ્વારા ગૌશાળામાં સવારે 9 કલાકે 108 ગૌમાતાનું ઘાસચારો-સુખડી નીરીને પૂજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ 108 ગૌ વંશ દર્શન, 108 ગૌવત્સ દર્શન,ગૌ ચરણ પક્ષાલન, ગૌ અર્ધ્ય પ્રદાન, રેશન વસ્ત્ર સમર્પણ, ગૌમાતાને ગોળની મીઠાઈઓનો ગૌશાળ, પૃષ્પવૃષ્ટિ, ગૌ મહાનિરાજન તથા ગૌપાલક પૂજન વિગેરેનું આયોજન કરવામા આવ્યું હતું. તેમજ મંદિરના પટાંગણમાં સંપૂર્ણ ધનુર્માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસા યજ્ઞ સવારે 12 ક્લાકે પૂર્ણાહૂતિ કરવામાં આવી છે. દાદાના શણગાર-આરતી દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભકતોએ ઘેરબેઠા ઓનલાઈન યુટ્યુબ ચેનલ દ્વારા લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...