રંગોળી સ્પર્ધ:રંગોળી સ્પર્ધામાં ડો. કાશ્મીરા સુતરીયા રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા જાહેર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સંસ્કાર ભારતી દ્વારા સમગ્ર રાષ્ટ્રીય કક્ષાએ ઓનલાઈન “માંડના” રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું જેમાં સમગ્ર ગુજરાતમાંથી એક માત્ર કલાનગરી ભાવનગરના ડો. કાશ્મીરા વી. સુતરીયા દ્વારા એન્ટ્રી મોકલાયેલ અને તેઓની આ માંડના ચિત્ર રંગોળીને સંસ્કાર ભારતી દ્વારા પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવેલ છે.

સંસ્કાર ભારતી એ ભારતીય કલા, લલિત કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી સંસ્થા છે. બાબા યોગેન્દ્રજી દ્વારા 1981માં સ્થાપિત આ સંસ્થાની દેશભરમાં 1200થી વધુ શાખાઓ છે. તાજેતરમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશની લોકકલા “માંડના” કલાને લુપ્ત થતી બચાવવા તથા આ કલા પ્રત્યે લોકોને જાગૃત કરવાના ઉદેશથી સંસ્કાર ભારતી અજ્યામેરું(અજમેર), ચિતોડ પ્રાંત, રાજસ્થાન અને લોક કલા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે દિવાળી નિમિતે ઓનલાઈન “માંડના” રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. “સંસ્કાર ભારતી કલા રત્ન પુરસ્કાર” શીર્ષક હેઠળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.

આ સ્પર્ધામાં માંડના ચિત્રો માટેના પરંપરાગત રંગો ગેરુ અને ચૂનાનો ઉપયોગ કરી ઘરના કે ઓફિસના આગણામાં માંડના ચિત્રનિ રંગોળી બનવવાની હતી. દેશભરમાંથી કુલ 44 એન્ટ્રીઓ પ્રાપ્ત થયેલ. આ સ્પર્ધામાં ભાવનગર, ગુજરાતમાંથી એકમાત્ર એન્ટ્રી ડો. કાશ્મીરા વી. સુતરીયા દ્વારા મોકલાયેલ અને તેઓની આ માંડના ચિત્ર રંગોળીને સંસ્કાર ભારતી દ્વારા પ્રથમ વિજેતા જાહેર કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...