• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • In Ramdhari Village Of Sihor, Three Persons Broke Into The House Of An Old Woman And Attacked Her. The Old Woman Was Shifted To The Hospital In A Bloody Condition.

પુત્રનો ગુસ્સો માતા પર:સિહોરના રામધરી ગામે ત્રણ શખ્સોએ વૃદ્ધાના ઘરમાં ઘૂસી હુમલો કર્યો, લોહીલુહાણ હાલતમાં વૃદ્ધાને હોસ્પિટલ ખસેડાયા

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ત્રણેય શખ્સો વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રામધરી ગામે રહેતી એક વૃદ્ધાના ઘરમાં ઘૂસી આજ ગામનાં ત્રણ શખ્સોએ વૃદ્ધાને બિભત્સ ગાળો આપી ધારીયા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે સિહોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સિહોર તાલુકાના રામધરી ગામે પાંચ પુત્રો અને આઠ પુત્રીઓ મળી કુલ તેર સંતાનોની માતા એવા 75 વર્ષિય વૃદ્ધા મનુબેન નટુ ધારશી માથાસુળીયા એ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના પુત્ર સુરેશ નટુ માથાસુળીયાએ આજ ગામે રહેતા ભરત વેલજી માથાસુળીયા, રાજુ વાલજી તથા રાકેશ કાળું માથાસુળીયા સાથે કોઈ મુદ્દે માથાકૂટ કરી હોય જેને લઈને ત્રણેય શખ્સો ધારીયુ ધારણ કરી વૃદ્ધા મનુના ઘરમાં પ્રવેશી તારો દિકરો સુરેશ કયાં છે તેમ પુછતાં વૃદ્ધા જણાવ્યું કે સુરેશ બહાર ગયો છે.

આ આવેલા ત્રણેય શખ્સોએ વૃદ્ધાને ધમકાવી જણાવેલું કે આજે એને મારવા આવ્યાં છીએ. એમ કહી બિભત્સ ગાળો બોલતાં વૃદ્ધાએ આરોપીઓને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા આરોપીઓએ વૃદ્ધા પર હુમલો કરી ધારીયાનો એક ઘા હાથે મારી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતાં. આથી વૃદ્ધાને સારવાર અર્થે સિહોર સીએચસી સેન્ટરોમા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ વૃદ્ધાએ ત્રણેય શખ્સો વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...