આપઘાત:પાંચટોબરામાં પતિએ પત્નિના આડા સંબંધની જાણ થતા આપઘાત કરેલો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુરના સોનગીર ગામના યુવકે ગળાફાંસો ખાધો હતો
  • છોટાઉદેપુરના યુવકને પોતાની પત્નિને વાડી માલિક સાથે આડાસંબંધની જાણ થતા આપઘાત કર્યો હોવાનું ખુલ્યું

છોટાઉદેપુરના સંખેડા તાલુકાના સોનગીર ગામના વતની અને ગારિયાધારના પાંચટોબરા ગામે ખેત મજુરી કામ કરતા યુવકે ગત 11/8ના રોજ અગમ્યકારણસર આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલાં તેણે પોતાનો વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં આપઘાતનું કારણ જણાવ્યું હતું.

સંખેડા તાલુકાના સોનગીર ગામના વતની અને ગારિયાધારના પાંચટોબરા ગામે પત્નિ સાથે ખેત મજુરી કામ અર્થે રહેતા વિષ્ણુભાઈ મહેશભાઈ તડવી (ઉ.વ.24)એ ગત તા. 11/8ના રોજ બપોરના 4.30 વાગ્યાના સમયગાળા દરમિયાન બોરડીના ઝાડ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે અંગે પોલીસે અગમ્યકારણસર અકસ્માતે મોત નોંધ્યુ હતું. હવે આ મામલે નવો જ વળાંક સામે આવ્યો છે. આપઘાત કરતા પહેલાં વિષ્ણુંએ પોતાનો એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

1 મીનીટ અને 37 સેકન્ડના વીડિયોમાં યુવક વિષ્ણુ તડવીએ પોતાની વ્યથા વ્યક્ત કરી જેમાં તેની પત્ની સાથે વાડી માલિક રમેશભાઈને સંબંધ હતો. આ માટે તેણે પુરાવા માટે રેકોર્ડિંગ કરી બંન્નેની વાતો સાંભળી હતી અને તેના લીધે તેણે આપઘાત કર્યો હોવાનું વીડિયોમાં જણાવ્યું હતું. અંતમાં તેણે તેમના બે બાળકો અને માતા-પિતાની સંભાળ રાખવા પરિવારને વિનંતી કરી હતી અને વીડિયો શેર કરવા કહ્યું હતું.

શેઠે ધમકી આપી હતી...
હું રાડા કાપતી હતી ત્યારે બાજુમાં આવી મારો હાથ પકડી લીધો તે વિષ્ણું જોઈ ગયો મને કંઈ કિધું નહી પણ કહ્યું કે છોકરા તું જીવાડજે, એવું કહીને ગારીયાધાર પૈસા નાખીને આવું છું કહીને જતા રહ્યા. શેઠે મને ધમકી આપી હતી કે, તું કેમ ના પાડે છે, ના નહી પાડીશ નહીતર બીજુ કંઈ થઈ જશે, એટલે મેં વિષ્ણુને કશું ના કહ્યું. > વિષ્ણુની પત્નિ

અન્ય સમાચારો પણ છે...