ઢોરનો ત્રાસ:પાલિતાણામાં રખડતા ઢોરના ત્રાસથી નગરજનો બની રહયા છે ભયભીત

પાલીતાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર ઢોરના ત્રાસમાંથી કાયમી મુકિત માટે કડક કાર્યવાહી કરે
  • રાહદારીઓને ઢીંકે ચડાવતા અનેક લોકો ઇજાગ્રસ્ત છતાં આ પ્રશ્નનો કાયમી નિકાલ લાવવામાં તંત્ર વામણું

તિર્થ નગરી પાલીતાણામાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે અને રાહદારીઓને ઢીંકે ચડાવતા અસંખ્ય નાગરિકો હોસ્પિટલાઇઝ અથવા મોતને ભેટ્યા હોવાના પણ બનાવો બન્યા છે તેમ છતાં આ પ્રશ્નનો કાયમી નિકાલ લાવવામાં તંત્ર વામણું પુરવાર થયું છે.

શહેરના અનેક વિસ્તારોમાં ખુટીયાઓનો ત્રાસ વધેલ છે અને રાહદારીઓ તેનો વિના વાંકે ભોગ બની રહ્યા છે નિર્દોષ લોકોને ખુટીયાઓ હડફેટે લઈ રહ્યા છે આમ દિવસેને દિવસે શહેરના જાહેર માર્ગો પર ફરતા આ આખલાઓની સમસ્યા અંગે પાલિકા તંત્ર તાકીદે કોઈ જાનહાની થાય તે પહેલા કડક અને કાયમી પગલા ભરે તેવું નગરજનો ઇચ્છી રહ્યા છે. રખડતા ઢોર અને ખુટિયાઓના ત્રાસ બાબતે પ્રજાના પ્રતિનિધીઓ,તંત્ર સંપૂર્ણ પરિસ્થિતિ વાકેફ છે છતાં તંત્ર પગલા ભરવામાં વામણું પુરવાર થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...