સાસરિયા સામે ફરિયાદ:પાલિતાણામાં પતિએ પુત્રી પાસે બીડી મગાવી, પત્નીએ વિરોધ કર્યો તો માર મારી ઘરમાંથી કાઢી મુકી

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પરિણીતાએ પતિ અને સાસુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી

ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ ભીલવાસ વિસ્તારમાં રહેતી મહિલાએ તેના પતિ અને સાસુ વિરુદ્ધ શારીરિક-માનસિક તથા મેણા-ટોણા, માર મારી ઘરેથી કાઢી મુકતા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પાલીતાણા જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી ગંગાબેન વાઘેલાએ તેના પતિ અને સાસુ વિરુદ્ધ શારીરિક માનસિક તથા મેણા ટોણા મારી ઢીકાપાટુ વડે મારમારી ઘરેથી કાઢી મુકતા પાલીતાણા પોલીસ સ્ટેશનમાં પતિ તથા સાસુ વિરુદ્ધ આઈ.પી.સી કલમ 323, 498A, 504, 114 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે ગંગાબેન વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ હું અને મારા પતિ લગ્નજીવનમાં આઠ વર્ષથી સાથે રહીએ છીએ જેમાં ચાર બાળકો છે મજૂરી કરી ગુજરાન ચલાવી છીએ ત્યારે છેલ્લા બે વર્ષથી મારા પતિને કેફી પીણાં પીવાની તેઓ ધરાવતા હોય જેના કારણે અમારે અવારનવાર ઝઘડાઓ થતા રહે છે. અમારા નાના મોટા ઝઘડા માં મારા સાસુ પણ મને ભૂંડા બોલી વાંઝીયા મેણા ટોણા મારે છે, છતાં પણ હું સહન કરી લેતી હતી. પણ આજે સવારે મારી નાની દીકરી ને બીડી લેવા જવાનું કહેતા મેં ના પાડતા મને મારા પતિ કિશોરભાઈ વાઘેલા ઢીકાપાટુ મારી મારા પતિ તથા સાસુ લાભુબેન બન્ને જણાએ મને ઘરેથી કાઢી મુકી હતી અને કહ્યું કે જા તારા પિયર જતી રહે તું અમને ગમતી નથી. આ અંગે આજરોજ પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં શારીરિક-માનસિક ત્રાસ આપવા અંગે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...