તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • In Palitana, A Young Man Was Burnt Alive After Being Sprayed With Petrol In An Economic Transaction. The Condition Of The Severely Burnt Youth Is Critical.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યાજખોરોનો આતંક:પાલિતાણામાં આર્થિક લેવડદેવડમાં પેટ્રોલ છાંટી યુવકને જીવતો સળગાવ્યો, હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવક આગથી 90 ટકા દાઝી ગયો હતો
  • બે આરોપીઓ સામે પાલીતાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી

ભાવનગર જિલ્લાના પાલિતાણામાં વ્યાજખોરોનો વરવો ચહેરો સામે આવ્યો છે. આર્થિક લેવડદેવડ મામલે પાલિતાણામાં એક યુવકને વ્યાજખોરોએ પેટ્રોલ છાંટી જીવતો સળગાવવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી છે.યુવાનને ગંભીર હાલતમાં સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જેમાં મોડી સાંજે ગંભીર રીતે દાઝી ગયેલાં મહેબૂબે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે મૃતકની ફરિયાદ દાખલ કરી વ્યાજખોરો સામે હત્યા સહિતની કલમો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવકના મોત મામલે 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ
યુવકના મોત મામલે 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ

સમગ્ર મામલાની વિગત પર નજર કરીએ તો, ભાવનગરના પાલિતાણામા રહેતો અને છૂટક મજૂરીકામ કરી જીવનનિર્વાહ ચલાવતા મહેબૂબ શાહે પાલિતાણામાં જ રહેતા અને ગેરકાયદે ઊંચા વ્યાજે નાણાં ધિરધારનો ધંધો કરતા માથાભારે શકસો પાસેથી ઊંચા વ્યાજે નાણાં લીધાં હતાં, જેમાં હાલ મહામારી તથા મંદીને કારણે ભોગગ્રસ્ત યુવાન મહેબૂબ સમયસર વ્યાજ તથા મૂળ રકમ ચૂકવી ન શકતાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.

ગઈકાલે માથાભારે શખસોએ માનવતાની તમામ હદો વટાવી યુવાનને હિસાબ ચૂકતે કરવાના બહાને પાલિતાણામાં ભાવનગર રોડ પર બોલાવ્યો હતો અને ઉગ્ર ઝઘડો કરી માર મારી એક શખસે પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી મહેબૂબ પર રેડી કાંડી ચાપી દેતાં યુવાન ભડભડ સળગી ઊઠ્યો હતો અને શખસો નાસી છૂટ્યા હતા.

યુવકના મોતના પગલે હોસ્પિટલ પર પરિવારજનો અને સંબંધીઓ એકઠા થયા
યુવકના મોતના પગલે હોસ્પિટલ પર પરિવારજનો અને સંબંધીઓ એકઠા થયા

આ યુવાનની વહારે રાહદારીઓ દોડી આવ્યા હતા અને આગ ઓલવી પ્રથમ પાલિતાણા માનસિંહજી હોસ્પિટલમાં, ત્યાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલના બર્ન્સ વોડૅમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવાનનું શરીર 90 ટકાથી વધુ દાઝી ગયું હોઈ સારવાર કરતાં તબીબોએ યુવાનની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું. ભાવનગર શહેર-જિલ્લામાં વ્યાજખોરોનો આતંક એ કોઈ નવી બાબત નથી, પરંતુ પાલિતાણાના બનાવમાં નાણાં મામલે વ્યાજખોરોએ તમામ હદો વટાવી અધમ કૃત્ય આદર્યું છે, જેના ઘેરા પડઘા લોકોમાં પડ્યા છે અને પોલીસ તથા કાયદો-વ્યવસ્થા પર સો મણના સવાલો ઊઠ્યા છે.

બે આરોપીઓ સામે પાલીતાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી
ભાવનગરમાં ગઈ મોડીરાત્રે મેહબુબશાને જીવતાં સળગાવી નાખવાની ઘટનામાં બે આરોપીઓ સામે પાલીતાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં લાલા કોટીલા તથા માહિપત ઉર્ફે ભયલુ સામે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં લખાવ્યું છે કે બંને પાસેથી મેં વ્યાજે નાણાં લીધા હતા. લાલા પાસેથી 3 મહિના પહેલા રૂ.40,000 તથા માહિપત ઉર્ફે ભયલું પાસેથી 20,000 વ્યાજે લીધા હતા. આ બંને ભાઈઓ મુદ્દલ અને વ્યાજની રકમની ઉધરાણી કરતા હોય પણ મારી પાસે સગવડતા ન હોવાને કારણે મેં કીધું હમણાં મારી પાસે નથી તો કહે જા મારી માટે 90 નું પેટ્રોલ, બીટી તથા બાક્સ લઈને ડોક્ટર ત્રિવેદીના દવાખાના પાસે આવ તેમ કહી ને હું લઈ ને ત્યાં ગયો તો મારી પાસેથી પેટ્રોલની થેલીઓ લઈ માહિપતએ મારી માથે નાખ્યું અને લાલાએ દિવાસળી મારી મને સળગાવી નાખ્યો હતો. અને પછી મને 108 મારફતે હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા. આ અંગે પોલીસે ફરિયાદ લઈ આરોપીઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો