દાદાગીરી:પાલીતાણામા ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં આધેડ પર હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ

ભાવનગર જિલ્લાના પાલીતાણામા તળેટી વિસ્તારમાં રહેતા એક આધેડે ઘર પાસે ગાળો બોલતાં શખ્સને ટપારતા ચાર શખ્સોએ આધેડ પર પાઈપ વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છુટ્યા હતાં. આ અંગે હુમલાખોરો વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સમગ્ર બનાવ અંગે પાલીતાણા ટાઉન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર પાલીતાણામા તળેટી વિસ્તારમાં રહેતા વિઠ્ઠલ શામજી મકવાણાના ઘર પાસે ભાવેશ નારણ નામનો શખ્સ ગાળો બોલતો હોય આથી વિઠ્ઠલભાઈના પત્ની શાંતુબેનએ ભાવેશને અહીં ગાળો ન બોલવા અને અહીંથી જતાં રહેવા જણાવતાં ભાવેશ ઉશ્કેરાયો હતો અને મહિલા સાથે ઝઘડો કરતાં મહિલાનો પતિ વિઠ્ઠલભાઈએ આ ઝઘડામાં વચ્ચે પડતા ભાવેશ તેના સાગરીતો મહેન્દ્ર નિતીન અને હરેશ એ એકસંપ રચી વિઠ્ઠલભાઈ પર પાઈપ વડે હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી ઢીકાપાટુંનો મૂંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છુટ્યા હતાં. આ અંગે ઈજાગ્રસ્તે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...