માનસ કેવટ:કોઈના સુખી દામ્પત્યમાં ચંચુપાત કરનાર કાગડો બને છે

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યજ્ઞના પાંચ પ્રકાર : બ્રહ્મ યજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂતયજ્ઞ અને મનુષ્યયજ્ઞ

ભાવનગરમાં જવાહર મેદાન ખાતે નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ બુધાભાઈ પટેલના નિમિત્ત માત્ર યજમાન પદે મોરારીબાપુની રામકથાના આજે 7માં દિવસે માયણના મધ્યભાગમાં આવેલ કેવટ પ્રસંગને આધ્યાત્મિકતા સાથે જોડતા કહ્યું હતું કે કેવટ પ્રસંગ તેજ કહે છે કે કળિયુગમાં રામનું સ્મરણ માત્ર કરવાથી ભવસાગર તરી જવાય છે. યજ્ઞ અંગે બોલતા પૂજ્ય બાપુએ જણાવ્યું હતુંકે આપણે વસુધા વંશમાં પાંચ પ્રકારના યજ્ઞો કરવા પડે. બ્રહ્મ યજ્ઞ : એ એવો યજ્ઞ છે, જે શીલવંત છે. આંખમાં વાસનાના બદલે ઉપાસના હોઈ તેવો યજ્ઞ. દેવયજ્ઞ : દેવોના નામનું સ્મરણ કરવામાં આવે તે દેવયજ્ઞ છે. પિતૃયજ્ઞ : જેમાં પિતૃઓ પ્રત્યેના તર્પણની વિધિવિધાન હોઈ તે પિતૃયજ્ઞ, ભૂતયજ્ઞ અને મનુષ્યયજ્ઞ.

આ ઉપરાંત પૂજ્ય બાપૂ એ એક વધુ યજ્ઞ તેવા દેહયજ્ઞ અંગે બોલતા આજના યુવાનોને શિખ આપી કે દેહને તંદુરસ્ત રાખો, સ્વાદિસ્ટ જમો સાથે કસરત પણ કરો, તેજ દેહયજ્ઞ. દેહ સાધનાનો દરવાજો છે. માટે યુવાનો રાષ્ટ્ર માટે, સંસ્કૃતિ માટે સેવા કરો તે પણ દેહયજ્ઞ છે. પૂજ્ય બાપુએ જણાવ્યું કે શિવજીએ પાર્વતીજીને પૂછેલા નવ પ્રશ્નોના જવાબ નવ દિવસમા આપેલ - એક દિવસમાં એકજ પ્રશ્નનો જવાબ આપેલ તે પરંપરા મુજબ રામકથા નવ દિવસ ચાલે છે. પૂજ્ય બાપુએ કહેલ કે પતિ પત્નીને પ્રેમ કરે, પત્ની પતિને આદર આપે અને પરિવારમાં બંને મળીને પ્રભુ સ્મરણ કરે તો રામ જેવો પુત્ર જન્મે.

કોઈના સુખી દામ્પત્યમાં ચંચુપાત કરવાથી તે કાગડો બને છે. પૂજ્ય બાપુએ જણાવ્યું હતું કે જગત જયારે મળે ત્યારે અધૂરું હોઈ છે પણ ઈશ્વર જયારે મળે ત્યારે સંપૂર્ણ મળે છે. ઈશ્વર હંમેશ ઉરમાં પણ રહી શકે અને ઉદરમાં પણ... પૂજ્ય બાપુએ જણાવ્યું કે આપણા ગામડાઓના મંદિરોમાં આરતી સમયે ભગવાન શ્રી રામ ઝાલર, શંખનાદ અને ઘંટનાદ માં સવાર સાંજ રણકે છે.

રામ જન્મ ના પ્રાગટ્યની કથાથી શ્રોતાઓને રસતરબોળ કરી દીધા હતા. આજની કથામાં ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, જય વસાવડા સહિતના મહેમાનો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા. જયારે યજમાન બુધાભાઈ પટેલે પોતાના સ્વ. માતૃશ્રીને માનભાઈ ભટ્ટ દ્વારા સંચાલિત નેત્રયજ્ઞ તથા બહેરા મૂંગા સંસ્થાના "જીવન સાથી" મેળામાં લઇ જઈ કરેલ સેવાના સંસ્મરણો વાગોળ્યા હતા.

ભાવનગરની પ્રથમ રામક્થાને યાદ કરી
50 વર્ષ પહેલા પૂજ્ય બાપુએ થિયોસોફિકલ સોસાયટીમાં કરેલી ભાવનગરની પ્રથમ રામ કથાને યાદ કરી ત્યારના આયોજકો જેવા કે ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, ભાનુબેન પારેખ અને પૂજ્ય માનભાઈ ભટ્ટ જેવા મહાનુભાવો ને યાદ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...