તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • In One Year In Bhavnagar City district 6675 Victims Of Corona, 6340 Beat Corona For 365 Days, Average 18 Cases Per Day Increased, Three Surges

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાક બરકરાર કોરોનાને વર્ષાંજલિ:એક વર્ષમાં ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાના 6675 શિકાર, 6340એ કોરોનાને મહાત આપી 365 દિવસ, રોજ એવરેજ 18 કેસ વધ્યા, ત્રણ ઉછાળા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂવારે સમગ્ર જિલ્લામાં 31 કોરોના પોઝિટિવ કેસ, 18 દર્દી કોરોનામુક્ત, એક્ટિવ કેસની સંખ્યા વધીને 264 થઈ ગઈ : ચેકપોસ્ટમાં કડક ચેકીંગ

આવતીકાલ તારીખ 26 માર્ચના રોજ ભાવનગરમાં મહામારી કોરાનાના પ્રવેશના બરાબર એક વર્ષ થશે. આ એક વર્ષ દરમિયાન કોરોનાનો કહેરમાં ત્રણ વખત ઉછાળો આવ્યો છે. જેમાં અંતિમ તૃતિય ઉછાળો અત્યારે ચાલી રહ્યો છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં 25 માર્ચના કોરોના પ્રથમ દર્દી કરીમભાઈ શેખનું મોત થતાં બીજા દિવસ 26 માર્ચે તે પોઝિટિવ જાહેર થયા હતા અને ભાવનગર જિલ્લામાં 26 માર્ચથી કોરોનાની મહામારીનો આરંભ થયા બાદ આજે બરાબર એક વર્ષ થયું છે ત્યારે આજે કુલ 31 નવા પોઝિટિવ કેસ નોંધાતા સમગ્ર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 6675 નોંધાયા અને તેની સામે કુલ 6340 દર્દીઓ કોરોનામુક્ત થતા આજ સુધીમાં રિકવરી રેઇટ 94.98 ટકા છે. આજે શહેરમાં 23 અને તાલુકા ગ્રામ્ય કક્ષાએ આઠ પોઝિટીવ કેસ મળ્યા હતા. 2021ના નવા વર્ષના પ્રથમ બે માસ કોરોના કાબૂમાં રહ્યા બાદ ચૂંટણી પત્યા બાદ બેકાબૂ થયો છે.

અધેળાઇ અને કેરીયા ઢાળ ખાતેની ચેકપોસ્ટ ખાતે બહારગામથી આવનારા તમામ વાહનોનું ચેકીંગ થાય છે. આ ચેકિંગ દરમિયાન જો કોઇ વ્યક્તિ પોઝિટિવ મળી આવશે તો તેઓને ઘરમાં 10 દિવસ સુધી આઇસોલટેડ થવું પડશે. ઘરના તમામ સભ્યોને કોરોન્ટાઇન થવું પડશે. જો તેમને ઘરમાં સુવિધા નહીં હોય તો સરકારી સુવિધા ઉપલબ્ધ કરવાશે તેમ ડીડીઓ વરૂનકુમાર બરનવાલે તાકીદ કરી છે.

કો-મોર્બીડ મોત સૌથી વિવાદનો વિષય
કોરોનાનું આજે તો વર્ષ વિત્યું પણ પ્રથમ છ મહિનામાં આરોગ્ય વિભાગ માટે સૌથી વિવાદનો વિષય બની રહ્યો હોય તો કોરોના સાથે ડાયાબિટીસ, ટીબી, હૃદયરોગ કે અન્ય રોગ હોય અને તેનું મોત થાય તો તેને કોરોનાથી મોત નહીં પણ કો મોર્બીડ મોત કહેવામાં આવે છે. તેની ગણતરી કોરોનાથી મોતમાં ગણાતી નથી. લોકોનું માનવું છે કે અન્ય રોગ પણ કોરોનાને લીધે જ દર્દીમાં વકર્યા હોય છે અને તેથી જ મોત થયું હોય છે. એટલે કોરોનાનો ભાગ તો ગણી શકાય. એ રીતે કોરોનાથી મોતના આંકડામાં પણ ભારે અસમતુલા જોવા મળે છે. પ્રથમ 6 માસમાં શહેરમાં ચિત્રા અને ગોરડ, એમ બે સ્મશાનમાં 400 કોરોનાગ્રસ્ત લોકોના અંતિમ સંસ્કાર કર્યા તેવું જાણવા મળ્યું હતુ જ્યારે તંત્ર દ્વારા 6 માસમાં કોરોનાથી 64 લોકોના મોત થયા હતા.

શહેર કક્ષાએ કોરોનાનું વાર્ષિક ઓડિટ
એક વર્ષ દરમિયાન જિલ્લાના શહેર કક્ષાએ કુલ 4477 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે જ્યારે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 4235 છે તો 43 લોકોના મોત શહેરી વિસ્તારમાં થયા છે. કોરોનામાં રિકવરી રેઇટ 94.59 ટકા છે.

ગ્રામ્ય કક્ષાએ કોરોનાનું વાર્ષિક ઓડિટ
​​​​​​​એક વર્ષ દરમિયાન જિલ્લાના તાલુકા- ગ્રામ્ય કક્ષાએ કુલ 2196 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે જ્યારે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2105 છે તો 26 લોકોના મોત તાલુકા કે ગામડાઓમાં થયા છે. કોરોનામાં રિકવરી રેઇટ 95.86 ટકા છે.

કોરોનાના એક વર્ષમાં 3 વખત ઉછાળા
> પ્રથમ વખત ભાવનગરમાં કોરોના ના કેસો માં શાંતિ હતી પણ અમદાવાદ અને સુરત સહિતનાં શહેરોમાંથી લોકો એ ભાવનગર ભણી પ્રયાણ કર્યું અને એ સમયે કોઈ ચેકિંગ ન થતા ભાવનગર શહેર અને ગામડાઓમાં કોરોનાનો રોગચાળો બેકાબુ થયો હતો.
> દિવાળી ના મહાપર્વમાં જાણે કોરોના દૂર થઈ ગયો હોય એ રીતે ખરીદીની ભીડ થતા તેમજ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ભુલાતા તેના રિએક્શન સ્વરૂપે દીપોત્સવીની ઉજવણી બાદ કોરોના કેસમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો.
> હાલ ત્રીજા તબક્કાનો ઉછાળો ભાવનગરમાં આવ્યો તેનું મુખ્ય કારણ ચૂંટણી છે. જેમાં રેલી અને સભાઓમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાવ ભુલાઈ ગયા આખરે તેના રિએક્શન સ્વરૂપે કોરોનાનો ત્રીજો ઉછાળો ભાવનગરમાં આવ્યો છે આજ સુધી બેકાબૂ પણ એ આગળ વધી રહ્યો છે.

2 ઓગસ્ટે સૌથી વધુ કેસનો વિક્રમ
ભાવનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં એક જ દિવસમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ તારીખ 2 ઓગસ્ટના રોજ નોંધાયેલા આ દિવસે સમગ્ર જિલ્લામાં કુલ 72 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં ભાવનગરના શહેરી વિસ્તારમાં 46 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 26 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો