વર્તમાન શૈક્ષણિક સ્પર્ધાત્મક યુગમાં સરકારી શાળાઓ પણ ખાનગી શાળા સામે ટકી રહેવાના પ્રયત્ન કરાઈ રહ્યા છે. પ્રતિ વર્ષ લેવાતી રાષ્ટ્રીય કક્ષાની નેશનલ સ્કોલરશીપ પરીક્ષામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 19 બાળકો મેરિટમાં ઉતિર્ણ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સમિતિના જેટલા બાળકો સ્કોલરશીપની પરીક્ષા આપે તેની ફી પણ સમિતિ જ ભોગવે છે. જે સમગ્ર રાજ્યમાં માત્ર ભાવનગરમાં જ છે.\n સરકાર દ્વારા પ્રતિભાયોગી બાળકોને ધોરણ 9 થી 12 અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે અને તેમાં પસંદગી માટે NMMS ની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા પણ લેવાય છે.
જેમાં હજારો ગ્રાન્ટેડ અને સરકારી શાળાના બાળકો પરીક્ષા આપે છે. રાષ્ટ્રીય કક્ષાની આ પરીક્ષામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના 825 બાળકોએ પરીક્ષા આપી હતી અને સમગ્ર ગુજરાત રાજ્યમાં માત્ર ભાવનગર શિક્ષણ સમિતિ દ્વારા સમિતિની શાળાના તમામ પરીક્ષા આપતા બાળકોની પરીક્ષા ફી સમિતિ આપે છે. અને આ વર્ષે 19 બાળકો મેરિટમાં ઉતીર્ણ થયા હતા. જે ગૌરવપૂર્ણ બાબત છે.
ગત વર્ષે 8 બાળકો મેરિટમાં આવ્યા હતા. આ શિષ્યવૃત્તિ માં મેરીટ માં આવનાર વિધાર્થીને વર્ષે રૂ.12000 ધોરણ 9 થી12 સુધી ભણે ત્યાં સુધી કુલ રૂ.48000 ની સ્કોલરશીપ સરકાર દ્વારા મળે છે. આ શાળાના બાળકોનું શિક્ષણનું સ્તર ખૂબ સારું બને એ માટે સમિતિ અને શિક્ષકો સતત પ્રયત્નશીલ રહ્યા હતા. અને ભવિષ્યમાં કોઈ પણ સ્પર્ધામક પરીક્ષા આપવા માટે આ બાળકો અત્યાર થી તૈયાર થાય તેવો ઉમદા હેતુ પણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.