વેસ્ટમાંથી બેસ્ટ:નવરાત્રિમાં માતાજીના ગરબાના નિકાલનો ભાવનગરના નિજાનંદ પરિવારે અનોખો નૂસકો શોધ્યો, પરિવારના સભ્યોએ ગરબાને ચકલીના ઘરમાં પરિવર્તિત કર્યુ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરબાનું વિસર્જનએ ચકલીના રહેવાં માટેના ઘરનું સર્જન બનશે
  • અન્ય લોકોને પણ આ રીતે ગરબાનો સદઉપયોગ કરવાં માટેની અપીલ કરાઈ

આધ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ હજુ બે દિવસ પહેલાં જ પૂર્ણ થયો છે. ગરબો અને નવરાત્રિ એક બીજાના પૂરક બની રહ્યાં છે. આ નવરાત્રિમાં માતાજીની આરાધના માટે નવ દિવસ મટકીમાં દીવો કરીને ગરબો માતાજીની આરાધના માટે ઘૂમાવીએ છીએ. નવરાત્રિ બાદ આ ગરબાને આપણે જળમાં કે અન્ય જગ્યાએ પધરાવીએ છીએ. આ બધાં વચ્ચે ભાવનગરની સેવાભાવી સંસ્થા નિજાનંદ પરિવાર દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો અનોખો નૂસકો લઇને આવી છે. જેથી પર્યાવરણના રક્ષણ સાથે પ્રકૃતિનું પણ જતન થશે.

આ પરિવારના સભ્યોએ ગરબાને ચકલીના ઘરમાં પરિવર્તિત કરીને પરત આપશે. જેથી ચકલીની ઘટતી જતી વસતિને જાળવી રાખવાં માટે પણ મદદ મળશે. ત્યારે ગરબાનું વિસર્જનએ ચકલીના રહેવાં માટેના ઘરના સર્જન માટેનું નિમિત્ત બનશે.

પર્યાવરણ અને નાના જીવ પ્રત્યેની અનુકંપા સાથેનું આ કાર્ય નાનું જરૂર છે પણ અનુકરણીય છે. આ સંસ્થા દ્વારા સમાજના અન્ય લોકોને પણ આ રીતે ગરબાનો સદઉપયોગ કરવાં માટેની અપીલ કરવામાં આવી છે. આ સંસ્થા વ્યક્તગત સ્વાર્થ વગર પર્યાવરણ, આરોગ્ય, જનજાગૃતિ, ગૌ સેવા, નિરાધારોને કીટ વિતરણ, પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને આધાર બનવાં જેવાં સંવેદનશીલ સમાજ સેવાના કાર્યો કરતી આવી છે.

અન્ય સમાચારો પણ છે...