તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાની સરવાણી:તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં નગાલાખાના ઠાકરની જગ્યાએથી મોટી મદદ કરાઇ

ભાવનગર24 દિવસ પહેલા
  • માલધારી સમાજ દ્વારા 100થી વધુ ટ્રક સાથે ગીરના 54 નેહમા રાહત સામગ્રી રવાના કરવામાં આવી
  • અલંગમાં પણ વાવાઝોડામાં અસરગ્રસ્તોને રેડક્રોસ દ્વારા રાહત કીટ વિતરણ કરાઈ

કોરોના કહેર અને તાઉ-તેની તારાજીથી કાળા માથાનો માનવી લાચાર બની ગયો છે. કુદરતના પ્રકોપનેને કારણે અનેક લોકો બેઘર બન્યા છે. માણસને પોતાના માટે શુ કરવું તે નક્કી નથી ત્યારે અબોલ પશુ તો માણસના ભરોસે છે. ત્યારે ગીરના નેહમાં રહેતા આવા અબોલ પશુઓ અને વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોની વ્હારે માલધારું સમાજના આગેવાનો આવ્યા છે.જ્યારે અલંગમાં પણ વાવાઝોડામાં અસરગ્રસ્તોને રેડક્રોસ દ્વારા રાહત કીટ વિતરણ કરાઈ હતી.

ભાવનગરના નગાલાખાના ઠાકર બાવળીયાળી ખાતે માલધારી સમાજના સંત રામબાપુ તેમજ સંતો મહંતોની પ્રેરણાથી માલધારી સમાજ અને સામાજિક અગ્રણી માલાભાઈ સારાભાઈ ભડીયાદરા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સહાયરૂપે, અનાજકીટ, પશુધન માટે ઘાસચારો તથા સોલાર બેટરીનું વિતરણ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની પ્રેરણાથી આજરોજ ટ્રકોને રવાના કરવામાં આવ્યા હતા.

આ રાહત સામગ્રી તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગીરસોમનાથ, અમરેલી અને જુનાગઢ સહીતના જિલ્લામાં 100થી વધુ ટ્રક ઘાસચારો અને જીવન જરૂરિયાતની વસ્તુની 1500થી વધુ કિટો, સોલાર ફાનસ સહિતની વસ્તુઓનું પહોંચાડવા આવશે.

વિજયભાઈ ભડીયાદરા દ્વારા જણાવ્યું હતું કે, આ સખાવત ગીરમાં વસતા માલધારી સુધી પોહચશેં. જ્યાં લગભગ 54 નેહ છે. તોઉ-તે વાવઝોડાને લીધે અસંખ્ય જે લોકોને રહેવા માટે છાપરા પણ રહ્યા નથી. ઢોર-ઢાંખર માટે ઘાસચારો નથી, ખાવા માટે અનાજ નથી, એના માટે એક આયોજન કરવામાં આવ્યું છે.

અલંગમાં પણ વાવાઝોડામાં અસરગ્રસ્તોને રાહત કીટ વિતરણ કરાઈ
તાઉ-તે વાવાઝોડા અસરના કારણે અલંગ ખાતે રહેતા વર્કરોના ઝૂંપડાઓ અને કાચા મકાનોને ભારે નુકશાન થયું હતું. ત્યારે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર 1983થી અલંગમાં આરોગ્ય સેવાઓ અને અન્ય સામાજિક સેવાઓ કરતું હોય જેના ભાગરૂપે રેડક્રોસ દ્વારા વાવાઝોડામાં દ્વારા શરૂ કરાયેલા શેલ્ટર હોમમાં મેડિકલ સહાય, ભોજન નાસ્તાની વ્યવસ્થા અને રેડક્રોસની બન્ને હોસ્પિટલમાં પણ મજૂરોને રહેવા અને જમવાની સુવિધા આપવામાં આવી હતી.

વાવાઝોડામાં થયેલા નુકશાની નો સર્વે હાથ ધરીને રેડક્રોસની ટીમ દ્વારા અહેવાલ તૈયાર કરી સોંપી આપેલા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખામાંથી આવેલી રાહત સામગ્રી કે જેમાં વાસણોની કીટ, હાઇજિન કીટ અને તાલપતરી અને જરૂરી મેડિસિન કીટ તૈયાર કરીને અલંગના 90 જેટલા અસરગ્રસ્ત ઝુંપડાઓ અને પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. રેડક્રોસ દ્વારા અગાઉ વાયુ વાવાઝોડા અને દરેક કુદરતી આફતો સમયે અને કોરોના મહામારીના સમયમાં પણ અલંગના મજૂરોના સ્વાસ્થ્ય અને અન્ય રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...