તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:મહુવામાં 4 શખ્સોઅે યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરી, ગાંધીબાગ રોડ પર યુવકે ફટાકડા વેચતા ફેરૈયા સાથે બોલાચાલી થયેલ જેની દાઝે હુમલો કરાયો

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહુવા ગાંધીબાગ રોડ ઉપર જનરલ હોસ્પિટલ સામે કોમ્પલેક્ષ નીચે લારીમાં ફટાકડા વેચતા ફેરૈયા વચ્ચે થયેલ બોલાચાલી મારામારીમાં ફેરવાતા સીઝનલ ધંધો કરતા ગોપાલભાઇ દેવજીભાઇ ડોડીયાનું મૃત્યું થવા પામેલ છે. ગઇ રાત્રીના 8 કલાક આસપાસ હોસ્પિટલ સામે કોમ્પલેક્ષ નીચે ફટકડા વેચતા ફેરૈયા ગોપાલભાઇની લારી પાસે રસીક ભરતભાઇ ભાલીયા, હરેશ ભરતભાઇ ભાલીયા, નયન અશોકભાઇ ડાભી અને કૌશીક પરમાર ગાળો બોલતા હોઇ જેથી ગોપાલભાઇએ તેમની લારી પાસે ગાળો બોલવાની ના પાડતા ચારેય ઇસમોએ ફરિયાદી સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ત્યાથી જતા રહેલ બાદમાં 10.30 કલાક આસપાસ ગોપાલભાઇ દેવજીભાઇ ડોડીયા (ઉ.વ.23 રહે. ગાંધીબાગ પાછળ, મહુવાને)તેની લારી પાસે હતા ત્યારે રસીક, હરેશ, નયન તથા કૌશીક પરમાર છરા પાઇપ જેવા હથીયાર લાવી ગોપાલભાઇ પર

જીવલેણ હુમલો કરી છાતી તથા પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર્થે પ્રથમ મહુવા હોસ્પીટલ ખાતે ત્યાર બાદ વધુ સારવાર્થે ભાવનગર ખસેડવામાં આવેલ જ્યા તેમનું આજે વહેલી સવારે સારવાર દરમીયાન મૃત્યું થવા પામેલ છે. દિવાળીનો દિવસ હોય શહેરમાં રોશની જોવાની ભારે ભીડ હોય પોલીસનો ભારે બંદોબસ્તો હોવા છતા આવો ખુનનો ગંભીર બનાવ બનતા ગાંધીબાગ રોડ ઉપર ભારે અફડાતડફી મચી જવા પામી હતી. જુની આદાવતને કારણે આ મારામારી થઇ હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે. આ અંગે પોલીસે ગુન્હો નોંધવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો