તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેજનું દૂષણ:સુરતમાં સાસરિયાઓએ દહેજ મામલે ભાવનગરની પરિણીતા પર અત્યાચાર ગુજારતા ફરિયાદ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • પતિ, સાસુ, જેઠ અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી

ભાવનગર શહેર માં પિયર ધરાવતી અને સુરત શહેરમાં સાસરીયુ ધરાવતી વિપ્ર પરણીતાને દહેજ લાલચું સાસરીયાઓએ દહેજની માંગ કરી અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપી મારકૂટ કરી સંતાનો સાથે તજી દેતાં વિવશ પરણીતાએ પિતૃગ્રૃહે આશરો લીધો છે અને દાયજા ભુખ્યા દાનવો વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર બનાવ અંગે ભાવનગર મહિલા પોલીસ મથકે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કાળીયાબિડ વિસ્તારમાં પિયર ધરાવતી વિપ્ર પરણીતા રીના મુકુંદ ઠાકર ઉ.વ.30 રે.કામરેજ-સુરત ના લગ્ન ગત તા.11/5/2013 ના રોજ જ્ઞાતિના રીવાજ પ્રમાણે સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા મુકુંદ પ્રવિણ ઠાકર સાથે થયા હતા લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં રહેતી રીના સાથે બે મહિના બધું બરાબર(ઠીકથી સંસાર ચાલ્યો હતો) હતું.

ત્યારબાદ અસલ રંગમાં આવેલ સાસરીયા જેમાં સાસુ નયના,જેઠ ભાવેશ,નણંદ યોગીતા મનસુખ જોષી અવારનવાર શારિરીક માનસિક ત્રાસ આપી દહેજ બાબતે મેણા-ટોણા મારી "તું દહેજ માં કંઈ લાવી નથી તને તારા માવતરે કંઈ આપ્યું નથી" જેવાં શબ્દો કહી હડધૂત કરતાં હતાં ત્યારબાદ તાજેતરમાં પરણીતાના સસરા ની તબિયત સારી ન હોય આથી સાસરીયાઓ સહ પરિવાર તેઓના મૂળ વતન ઉમરાળા તાલુકાના ભોજાવદર આવેલ એ વખતે પરણીતા રીના તથા તેનાં સંતાનોને પણ સાથે લાવ્યાં હતાં અને પતિ મુકુંદ એ પત્ની રીનાને ભાવનગર ઉતારી જણાવેલ કે તું તારા પિતા ના ઘરે જા અને દસ હજાર રૂપિયા લેતી આવજે.

પત્ની રીના પૈસા લીધા વિના સાસરીયા વાળાઓ પાસે આવતા રીનાને ભોજાવદર લઈ જઈ નણંદ યોગીતા એ માર માર્યો હતો અને તેને તથા તેના ભાઈઓ ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બાળકો સાથે કાઢી મુકતાં ભોગગ્રસ્ત મહિલા સાત વર્ષીય પુત્રી શૈલી તથા બે વર્ષના પૂત્ર ધૈર્ય ને લઈને પિતાના ઘરે આવી હતી અને આપવિતી જણાવી હતી આથી પિતાએ પૂત્રીને લઈને મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ મુકુંદ પ્રવિણ ઠાકર,સાસુ નયના પ્રવિણ ઠાકર, જેઠ, ભાવેશ પ્રવિણ ઠાકર તથા નણંદ યોગીતા મનસુખ જોષી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ અંગે પોલીસે સાસરીયા ઓ વિરુદ્ધ દહેજ ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...