તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:ખડસલીયા ગામે પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષના લગ્ન જીવન બાદ પગલુ ભર્યું
  • પતિ તાપી જિલ્લામાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવે છે, ધાર્મિક પ્રસંગ માટે દંપતિ ઘરે આવ્યા હતા

ઘોઘા તાબેના ખડસલિયા ગામની પરિણીતાએ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. લગ્નના દોઢ વર્ષ બાદ મહિલાએ મોતને વ્હોલું કર્યું હતું. આ અંગે ઘોઘા પોલીસ ઘટના સ્થળે જઈ ઝીણવટભરી તપાસ કરી રહી છે.

ઘોઘા તાબેના ખડસલીયા ગામનાં વતની અને હાલમાં તાપી જિલ્લાના કુકરમુંડા ગામે તલાટીકમ મંત્રી તરીકે ફરજ બજાવતા રસિક વિનુભાઈ ડાભીના પત્નિ ભૂમિબેન (ઉ.વ.23)એ કોઈ અગમ્ય કારણસર ખડસલિયા ગામે પોતાના ઘરે રૂમની છતની હૂક સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યોને આ અંગે જાણ થતાં તેમને ગંભીર હાલતમાં કોળિયાક સીએચસી ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતાં. મળતી વિગતો પ્રમાણે મૃતક પરિણીતાના લગ્ન હજુ દોઢ વર્ષ પહેલા જ તેમની જ્ઞાતિના રીત-રિવાજ મુજબ થયાં હતા.

જે બાદ બંન્ને દંપત્તી તાપી જિલ્લાના કુકરમુડા ગામે રહેતા હતા અને કોઈ ધાર્મિક કામ માટે તેઓ વતનમાં આવ્યા હતા. આજે મૃતકના પતિ કોઈ કામ માટે ભાવનગર આવ્યા હતા ત્યારે ઘરે પત્નિ ભૂમિબેને આ પગલું ભર્યું હતું ત્યારે આખરે એક શિક્ષિત યુવતી આવું અજૂગતુ પગલું અકાળે કેમ ભર્યું...? તે ચર્ચા જાગી હતી. જ્યારે બીજી તરફ યુવતીના પિયરપક્ષ તરફથી ગંભીર આક્ષેપો કર્યાં હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ઘોઘા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...