કાર્યક્રમ:જ્ઞાનતુલામાં મુખ્યમંત્રીથી શિક્ષણમંત્રી 10 કિલો વધુ વજનદાર

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ભાવનગરની સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ખાતે આયોજિત અભિવાદન અને પ્રેરણા પર્વમાં વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓએ જણાવ્યુ઼ હતુ કે વૈશ્વિક સ્પર્ધામાં આપણા વિદ્યાર્થીઓ ટકી શકે તે માટે પ્રાથમિક સ્તરથી જ વૈશ્વિક ભાષા શીખવવાની નેમ વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે સહજપણે સંવાદ કરી પોતાના બાળપણના શિક્ષણની વાતો સાથે આજે થયેલા પરિવર્તનની સમજ આપી હતી. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીનું જ્ઞાન તુલાથી અદકેરું સન્માન કરાયું હતું.

ભૂપેન્દ્રભાઈને 95 કિલો વજનના ગ્રંથોથી, અને જીતુભાઈ વાઘાણીને 105 કિલો વજનના ગ્રંથોથી જ્ઞાનતુલા કરવામાં આવી હતી. શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, કોઈપણ સંસ્થામાં વિદ્યાર્થીઓ પ્રાણ હોય છે. વિધાર્થીઓથી શાળાનું આંગણું ચેતનવંતુ બનતું હોય છે. સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટનાં પ્રમુખ ગોવિંદભાઇ કાકડિયાએ જણાવ્યું કે, આ સંસ્થા આટલા વર્ષોમાં વટવૃક્ષ બની છે. આ સંસ્થાને આગળ વધારવા માટે આ સંસ્થાના વિદ્યાર્થીઓનું ખૂબ મોટું યોગદાન છે.

અન્ય સમાચારો પણ છે...