તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ગુજરાતમાં ડિપ્લોમા ટુ ડિગ્રીમાં 82.41 ટકા બેઠકો ખાલી રહી ગઇ

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે રાઉન્ડને અંતે 11,173 વિદ્યાર્થીનો મેરિટમાં સમાવેશ
  • 20મી સપ્ટેમ્બર સુધીમાં કોમન મેરિટ લિસ્ટની જાહેરાત કરાશે

આ વર્ષે પણ રાજ્યની ઇજનેરી કોલેજોમાં ડિપ્લોમા ટુ ડિગ્રીમાં પ્રવેશ માટેની કાર્યવાહીમાં 82.41 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે. એસીપીસીની ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરીની 44398 બેઠકો પરની બે રાઉન્ડની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહીને અંતે 36587 બેઠકો ખાલી રહી છે.

ડિપ્લોમા ઈજનેરી પાસ થયેલા 11,173 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ કરાયો હતો. જે અંતર્ગત 7811 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. બે રાઉન્ડના અંતે ખાલી પડેલી સરકારી કોલેજોની બેઠકો માટેના પ્રવેશ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આગામી 15મી સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ ફોર્મ ડાઉનલોડ કરી શકશે. જ્યારે 16મી સપ્ટેમ્બર સુધીમાં વિદ્યાર્થીઓ જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ જમા કરાવી શકશે. બીજી તરફ 20મી સપ્ટેમ્બર સુધીમાં એસીપીસી તરફથી કોમન મેરિટ લિસ્ટની જાહેરાત કરવામાં આવશે. જ્યારે 23મી સપ્ટેમ્બર સુધીમાં વિદ્યાર્થીઓ માટેના કાઉન્સેલિંગની કાર્યવાહી નિર્ધારિત કરવામાં આવશે.

ડિગ્રી ઈજનેરીમાં 10 ઓક્ટોબર સુધી પ્રવેશ
રાજ્યની સેલ્ફ ફાઈનાન્સ ડિગ્રી ઈજનેરી કોલેજોની 36587 ખાલી બેઠકો પરની પ્રવેશ કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. આ જાહેરાત અંતર્ગત બીજી સપ્ટેમ્બરથી 10મી ઓક્ટોબર દરમિયાન પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...