તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરતીની માંગણી:ગુજરાતમાં 50 ટકા ગ્રાહક કોર્ટમાં પ્રમુખની જગ્યા ખાલી, 52 પૈકી 25 સભ્યોના પદ પણ ખાલી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 26 ગ્રાહક કોર્ટમાંથી 13માં પ્રમુખની જગ્યા ખાલી નિમણૂંક ન થાય તો હાઇકોર્ટમાં PIL કરાશે

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વારંવાર જણાવવામાં આવે છે કે, ગ્રાહક કોર્ટમાં લોકોને 90 થી 150 દિવસમાં ન્યાય મળવો જોઇએ, પરંતુ તેની સામે રાજ્યની 26 ગ્રાહક કોર્ટમાંથી 13માં પ્રમુખની અને 52 સભ્યો પૈકી 25 સભ્યોની જગ્યા ખાલી છે. કોર્ટમાં આ નિમણુંકો નહીં થાય તો ગુજરાત હાઇકોર્ટમાં આ પ્રકરણે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.જાગૃત નાગરિક સંસ્થાના પી.વી. મુરજાણીએ જણાવ્યું હતું કે, તેમણે તાજેતરમાં કરેલી આરટીઆઇમાં ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.

ગુજરાત સરકારે કુલ 38 ગ્રાહક કમિશનની મંજૂરી આપી છે તેમાં 26 ગ્રાહક કમિશનર કાર્યરત છે. બોટાદ જિલ્લાને ભાવનગર કોર્ટ સાથે, જામનગર જિલ્લામાં દ્વારકા, જૂનાગઢમાં પોરબંદર અને ગીર સોમનાથ, પંચમહાલમાં મહીસાગર અને દાહોદ જિલ્લાની કોર્ટ ચલાવવામાં આવે છે. આ જ રીતે રાજકોટમાં મોરબી, સાબરકાંઠામાં અરવલ્લી, ભરૂચમાં તાપી અને વડોદરામાં છોટાઉદેપુર કોર્ટ ચલાવવામાં આવે છે.

રાજ્યમાં 26 ગ્રાહક કમિશન કાર્યરત હોવાના કારણે 26 પ્રમુખ અને 52 સભ્યોની જગ્યા મંજૂર થયેલી છે, પરંતુ તેની સામે 26માંથી 13 જિલ્લામાં પ્રમુખની જગ્યા ખાલી છે અને 52માંથી 25 સભ્યોની જગ્યા પણ ખાલી છે. પી.વી. મુરજાણીએ જણાવ્યું હતું કે, તેમણે અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહકો બાબતના વિભાગના સચિવને પત્ર લખી ખાલી જગ્યા ભરવા જણાવ્યું છે. જો નિમણૂક નહીં થાય તો ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...