શિક્ષણ:GTU સેમ 6 પરીક્ષામાં જ્ઞાનમંજરી કોલેજ સમગ્ર રાજ્યમાં ચોથા ક્રમે

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિપ્લોમા ઈજનેરીનું પરિણામ 83.08 ટકા રહ્યું
  • કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે

ભાવનગરની જ્ઞાનમંજરી ડિપ્લોમા એન્જિન્યરીંગ કોલેજ જી.ટી.યુ.ના રિઝલ્ટમાં સફળતા મેળવી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી (જી.ટી.યુ) સંલગ્ન 131 ડિપ્લોમાં કોલેજમાં ડિપ્લોમાં સેમ 6ની પરીક્ષા લેવામાં આવી હતી જેનું રિઝલ્ટ તાજેતરમાં જ જાહેર થતા ભાવનગરની જ્ઞાનમંજરી ડિપ્લોમાં કોલેજ 83.08 % રીઝલ્ટ સાથે રાજ્યમાં ચોથા ક્રમે તેમજ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહીને ભાવનગરનું નામ રોશન કરેલ. કોલેજમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ વાળા ઓમ વિજયભાઈ અને જોષી ઓમ હિતેશભાઈ 10માંથી 10 SPI મેળવીને કોમ્પ્યુટર ડીપાર્ટમેન્ટમાં પ્રથમ રેન્ક મેળવેલ છે.

મિકેનીકલ ડીપાર્ટમેન્ટમાં જાની ધૈર્ય આશુતોષભાઈ 9.14 અને સિવિલમાં વ્યાસ વિકટર થોમસ 9.03 SPI અને ઈલેક્ટ્રીકલમાં ગણાત્રા જીમિલ જગદીશભાઈ ડીપાર્ટમેન્ટમાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. રાજ્યની વિવિધ કોલેજના પરિણામમાં તોલાણી ફાઉન્ડેશન ગાંધીધામ પોલીટેકનીક 86.6 % રિઝલ્ટ સાથે પ્રથમ રહી હતી. બીજા ક્રમે જી.એમ.બી.પોલીટેકનીક ડિપ્લોમાં કોલજ 86.42 % સાથે બીજા ક્રમે રહી હતી. ત્રીજા ક્રમે ડૉ.એસ.એસ.ગાંધી કોલેજ 85.2 % રીઝલટ સાથે ત્રીજા ક્રમે રહી હતી ત્યારબાદ ભાવનગરની જ્ઞાનમંજરી 83.08 % રીઝલ્ટ સાથે ચોથા ક્રમે રહી હતી.

અન્ય સમાચારો પણ છે...