એજ્યુકેશન:GPSCમાં અંગ્રેજી ભાષા પસંદ કરેલાને ગુજરાતી પેપર મળ્યા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જીપીએસસીએ તપાસ કરી યોગ્ય કરવું આવશ્યક
  • ભાવનગરમાં પરીક્ષામાં 59.74 ટકા ઉમેદવારો હાજર, 40.26 ટકા ગેરહાજર

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-3ની પરીક્ષાઓ આજે ભાવનગર જિલ્લાના સેન્ટરોમાં લેવામાં આવી હતી. આજે સવારે 11 કલાકથી બપોરના 1 કલાક સુધી પરીક્ષા લેવામાં આવી જેમાં કુલ નોંધાયેલા 14,268 ઉમેદવારો પૈકી 8,524 હાજર અને 5,744 ગેર હાજર નોંધાતા એકંદરે 59.74 ટકા હાજર અને 40.26 ટકા ગેરહાજર રહ્યાં હતા.

58 સેન્ટર ખાતે 595 બ્લોકમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. આજે લેવાયેલી પરીક્ષામાં જે જે ઉમેદવારોએ અંગ્રેજી ભાષા પ્રશ્નપત્ર માટે સિલેક્ટ કરેલી તેઓને પણ ગુજરાતી ભાષાના પેપર અપાતા આ ઉમેદવારોની મહેનત એળે ગઇ હતી અને રોષે ભરાયા હતા. આ મામલે પસંદગી મંડળે તપાસ કરીને યોગ્ય કરવું આવશ્યક છે.

આજે લેવાયેલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-2ની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ અંગ્રેજી માધ્યમનું પ્રશ્નપત્ર પસંદ કર્યું હતું તેઓને પણ ગુજરાતી માધ્યમમાં જ પ્રશ્નપત્ર અપાતા ભારે ગુંચવડો સર્જાયો હતો અને ગુજરાતીમાં પ્રશ્નો હતા તે સમજવામાં તકલીફ થઇ હતી. સુપરવાઇઝરોએ આવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે જેટલું આવડે એટલું આ ગુજરાતીના પ્રશ્નપત્રોમાંથી લખો, અમારે તો ઉપરથી આ જ પેપરો આવ્યા છે. જેમાંથી તમે લખી નાખો.

આથી જેઓની મૂળ ભાષા ગુજરાતી ન હોય અને અંગ્રેજી વિષયમાં પ્રશ્નપત્ર આપવાની પસંદગી કરી હોય તેઓને માંડ થોડા સવાલો આવ્યા હતા. આ ઉમેદવારોની મહેનત અને કારકિર્દીનો પ્રશ્ન હોય જીપીએસસીએ તત્કાલ યોગ્ય યોગ્ય કરવું રહ્યું.

પેપર સરળ હોય કટ ઓફ 120 માર્ક રહે તેવી શક્યતા
આજે લેવાયેલી પરીક્ષામાં મોટા ભાગના પ્રશ્નો વૈચારિક નહીં પણ ફેક્ટ આધારિત હતા પેપર સરળ હોય તજજ્ઞોના મતે આ વખતે કટ ઓફ 120 માર્ક આસપાસ રહેવાની શક્યતા છે. દરેક વિષયમાં બે-ત્રણ પ્રશ્નોને બાદ કરતા પેપર સરળ હતુ.

અન્ય સમાચારો પણ છે...