સીટી સર્વે કચેરીમાંથી કાગળોની ચોરી:ગારિયાધારમાં ત્રણ શખ્સોએ બનાવટી દસ્તાવેજોના આધારે નોંધ કરાવ્યા બાદ કચેરીમાંથી કાગળોની ચોરી કર્યાની ફરિયાદ

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના ગારીયાધાર સીટી સર્વે કચેરીમાં 10 જેટલા બનાવટી દસ્તાવેજો વાળી નોંધ સહિતના તમામ કાગળોની સીટી સર્વે કચેરી ગારીયાધારમાંથી ચોરી કરી સગેવગે કર્યા હોવાની ફરિયાદ ગારીયાધાર પોલીસ મથકમાં નોંધાઇ હતી.

બારીના દરવાજામાંથી કાગળોની ચોરીઓ થઈ હોવાની શંકા
આ બનાવની ગારીયાધાર પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ સુરતના સરથાણા ખાતે રહેતા અને હકક ચોકસી અધિકારી -1 ની કચેરી ભાવનગર તત્કાલીન મેઇન્ટેનન્સ સર્વેયર સીટી સર્વે કચેરીમાં 12/2020 થી 18/9/2022 ગારીયાધાર ખાતે ફરજ બજાવતા ફેન્સીબેન રાજેન્દ્રભાઈ પટેલે ગારીયાધાર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગારીયાધારમાં આવતી ગામ તળની બીન ખેતી થયેલી તમામ પ્રોપર્ટીની લે-વેચની નોંધો, વાર સાય નોંધ, હક્ક કમી નોંધો, હુકમી નોંધો, પ્રોપર્ટી કાર્ડ દાખલ કરવામાં આવે છે, આ તમામ કામગીરી કરવામાં આવે છે, અમારી ઉપરી સીટી કચેરી પાલીતાણા ખાતે મંજૂરી માટે મોકલાવામાં આવે છે, અમારી કચેરીનો દરવાજો તથા કાચની બારીનો દરવાજા માંથી કાગળોની ચોરીઓ થઈ હોવાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
જેમાં રૂપાવટી ખાતે રહેતા અજયભાઇ અરવીંદભાઇ વીરાણી તથા લાલજીભાઈ કાનજીભાઇ વીરડીયા વિશાલભાઇ જેન્તીભાઇ ચૌહાણએ સીટી સર્વે કચેરી ગારીયાધારમાંથી ગારીયાધાર સીટી સર્વે કચેરી ફેરફાર નોંધ નં.1545 તથા 1546 તથા નં.1568 તથા 1569 તથા 1530 તથા 1570, 1571 તથા 1572 તથા 1573 તથા 1574 તથા 1575 નોંધોમા બનાવટી દસ્તાવેજનો ખરો તરીકે ઉપયોગ કરી જે દસ્તાવેજો આધારેની નોંધ મંજુર થઇ આવતા સદરહું ઉપરમાં જણાવેલ 10 બનાવટી દસ્તાવેજો વાળી નોંધ સહિતના તમામ કાગળોની સીટી સર્વે કચેરી ગારીયાધારમાંથી ચોરી કરી સગેવગે કરી તેમજ ફરીયાદમાં જણાવેલ ઓફલાઇન મીલ્કત ફોર્ડમાં ફરીયાદમાં જણાવ્યા મુજબના ચેડા કરી આ બાબતે ગુનાહિત કાવતરૂ રચી એકબીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ ત્રણ શખ્સો વિરુદ્ધ આઈપીસી કલમ 420, 465, 467, 468, 471, 472, 454, 457, 380, 201, 120B તથા 114 મુજબ ગારીયાધાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.