તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ફાયર બ્રિગેડ પુન: એક્શનમાં ,સારથી સ્કુલને સીલ કરાઈ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોર્પોરેશનના ફાયર બ્રિગેડ દ્વારા પુનઃ શૈક્ષણિક સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી સીલ મારવાની કાર્યવાહી શરૂ કરી છે. આજે કાળિયાબીડમાં સારથી વિદ્યા સંકુલને ફાયર સેફટીનો અભાવ હોવાથી સીલ મારવામાં આવ્યું છે. દેશમાં હોસ્પિટલો સહિતમાં આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે છતાં હજુ પણ ફાયર સેફટી મામલે તંત્ર અને પ્રજાજનો ગંભીર બનતા નથી.

ફાયર બ્રિગેડના પણ ઠેકાણા ના હોય તેમ થોડા દિવસો હોસ્પિટલો તો થોડા દિવસો શૈક્ષણિક સંસ્થાને સીલ મારવાની કાર્યવાહી કરે છે. થોડા દિવસોના વિરામ બાદ આજે કાળીયાબીડમાં આવેલી સારથી વિદ્યા સંકુલમાં ફાયર સેફટીનો અભાવ હોવાથી સીલ માર્યું હતું. અને આગામી દિવસોમાં પણ હાલમાં કોરોનાને કારણે શાળાઓમાં ઓફલાઈન અભ્યાસ બંધ હોવાથી શૈક્ષણિક સંસ્થાઓને સીલ મારવાની કાર્યવાહી શરૂ રખાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો