તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જુગારના આઠ બનાવોમાં 33 શકુનીઓ રંગેહાથ ઝડપાયા

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેર જિલ્લામાં જુગારના આઠ બનાવો
  • તમામ જુગારીઓ પાસેથી કુલ રૂ. 42,660નો મદ્દામાલ ઝડપી જિલ્લાના જુદાં-જુદાં પોલીસ મથકોમાં ફરિયાદ

શહેર જિલ્લામાં આજે જુગારના કુલ આઠ બનાવોમાં જાહેરમાં જુગાર રમતા કુલ 33 ઈસમોને પોલીસે ઝડપી પાડી કુલ 40 હજારની વધારેનો મુદ્દામાલ જપ્ત કરી ગુન્હો નોંધ્યો હતો. શહેરના આડોડિયાવાસમાં જાહેરમાં જુગાર રમતા રાજભા અજયસિંહ ચૌહાણ અને મહેબુબ રહીમભાઈ પઠાણ (બંન્ને રહે. ભાવનગર)ને કુલ રૂ.350ના સાથે અને અકવાડામાં જાહેરમાં જુગાર રમતા ચકા નાનુભાઈ વાઘેલા અને રમેશ જીવાભાઈ પરમારને કુલ રૂ.1,180ના મુદ્દામાલ સાથે ઘોઘારોડ પોલીસે ઝડપી પાડ્યા હતા.

જ્યારે આખલોલ જકાતનાકા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા શુભમ રાજુભાઈ સોલંકી, ગૌતમ જીણાભાઈ વાળોદરા, ગોપાલ બીપીનભાઈ ધુમાડિયા, રાજુ ઉકાભાઈ નૈયા, બાબુ ખીમજીભાઈ દાઠિયા, પરશોત્તમ જીણાભાઈ વાળોદરા (તમામ રહે. આખલોલ જકાતનાકા)ને કુલ રૂ.10,130ના મુદ્દામાલ સાથે અને કુંભારવાડામાં જાહેરમાં જુગાર રમતા મોસીન ઈસ્માઈલભાઈ હમીદાણી, વિશાલ બાબુભાઈ ધારૂકિયા, વિશાલ પ્રવિણભાઈ પરમાર, રાજેશ લવજીભાઈ મકવાણા, સમીર સુરેશભાઈ કામ્બડ, સંજય કલ્યાણભાઈ મકવાણા, સમીર સાજીદભાઈ મકાણી, ચતુર માલજીભાઈ સોલંકી (તમામ રહે. ભાવનગર)ને કુલ રૂ.10,700ના મુદ્દામાલ સાથે બોરતળાવ પોલીસે ઝડપી પાડ્યા હતા.

તેમજ મહુવાના શાસ્ત્રી વસાહત પાસેના વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હિરેન મગનભાઈ ચાવડા, બાવુ આણંદભાઈ સોલંકી, અજય ધીરૂભાઈ ઢાપા, રણછોડ મનુભાઈ ભટ્ટી (તમામ રહે. મહુવા)ને કુલ રૂ.4,370ના મુદ્દામાલ સાથે અને ગાંધી વસાહત પાસેના વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા કિશન નાથાભાઈ વસિયા અને વિશાલ શામજીભાઈ સાંખટને કુલ રૂ.1,400ના મુદ્દામાલ સાથે મહુવા પોલીસે ઝડપ્યા હતા. જ્યારે તળાજાના દિહોર ગામે જાહેરમાં જુગાર રમતા અરવિંદ પરમાર, નરેશ પરમાર, મુન્ના પરમાર, નાનજી ચુડાસમા, ચકા ચુડાસમા અને મનોજ પરમારને કુલ રૂ. 4,400ના મુદ્દામાલ સાથે તળાજા પોલીસે ઝડપી પાડ્યા હતા. એ સિવાય વરતેજમાં જાહેરમાં કિરીટ ચૌહણ, સાહિદ મુસાણી અને ખાલીદ મુસાણીને કુલ રૂ. 10,130ના મુદ્દામાલ સાથે વરતેજ પોલીસે ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...