માત્ર 79 વર્ષ, એટલે કે ઈ.સ. 2100માં ભારતનાં 12 દરિયાકિનારાનાં શહેરો 3 ફૂટ પાણીમાં ગરકાવ થઈ જવાની શક્યતા છે, કારણ કે સતત વધતી ગરમીને કારણે ધ્રુવ પર જમા થયેલો બરફ ઓગળી રહ્યો છે. પરિણામે, દરિયાનો જળસ્તર વધી રહ્યો છે. દેશના સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતનાં ત્રણ શહેરો આ યાદીમાં છે, જેમાં ભાવનગર ઓખા, અને કંડલાનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ નાસાના સી લેવલ પ્રોજેક્શન ટૂલ દ્વારા આપવામાં આવ્યો છે.
દરિયાકિનારે રહેતા લોકોએ ટૂંક સમયમાં જ સુરક્ષિત સ્થળો પર જવું પડશે, કારણ કે કોઈપણ દરિયાકિનારાના વિસ્તારમાં 3 ફૂટ પાણી વધવાનો અર્થ થાય છે કે ઘણા વિસ્તારમાં તારાજી સર્જાવાની છે. ભારતનાં જે 12 શહેર વર્ષ 2100 સુધીમાં અડધા ફૂટથી લઈને પોણાત્રણ ફૂટ દરિયાના પાણીમાં સમાઈ જશે, કારણ કે ત્યાં સુધીમાં એટલી ગરમી વધી જશે કે દરિયાના પાણીનો સ્તર પણ વધી જશે. સૌથી વધારે જે શહેરોને જોખમ છે એ છે ભાવનગર. ત્યાં 2100 સુધીમાં પાણીનો સ્તર 2.69 ફૂટ ઉપર આવી જશે, જે ગયા વર્ષ સુધીમાં 3.54 ઈંચ ઉપર આવ્યો હતો.
કોચ્ચી- અહીં દરિયાઈ પાણી 2.32 ફૂટ ઉપર આવ્યું છે, જે ગયા વર્ષ સુધી 2.36 ઈંચ ઉપર આવ્યું હતું. મોરમુગાઓ- અહીં દરિયાના પાણીનો સ્તર 2.06 ફૂટ સુધી ઉપર આવશે, જે ગયા વર્ષ સુધી 1.96 ઈંચ ઉપર આવ્યું હતો. ત્યાર પછી જે શહેરોને વધારે જોખમ છે એ છે- ઓખા (1.96 ફૂટ), તુતિકોરીન (1.93 ફૂટ), પારાદીપ (1.93 ફૂટ), મુંબઈ (1.90 ફૂટ), ઓખા (1.87 ફૂટ), મેંગલોર (1.87 ફૂટ), ચેન્નઈ (1.87 ફૂટ) અને વિશાખાપટ્ટનમ (1.77 ફૂટ).
અમેરિકન સ્પેસ એજન્સી નાસા (NASA)એ સી લેવલ પ્રોજેક્શન ટૂલ બનાવ્યું છે, જેનો આધાર છે ઈન્ટર-ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)નો તાજેતરમાં આવેલો રિપોર્ટ. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2100 સુધીમાં દુનિયામાં ગરમીનું પ્રમાણ સખત વધી જવાનું છે. કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણ રોકવામાં નહીં આવે તો તાપમાનમાં એવરેજ 4.4 ડીગ્રી સેલ્સિયસનો વધારો થશે. આગામી બે દશકામાં જ તાપમાન 1.5 ડીગ્રી સેલ્સિયસ વધી જશે. જો આટલું તાપમાન વધશે તો સ્વાભાવિક છે કે ગ્લેશિયર પીગળશે. એનું પાણી મેદાન અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તારાજી સર્જી શકે છે.
10 વર્ષમાં ભાવનગરમાં દરિયાનું લેવલ 6.29 ઈંચ વધશે
આગામી 10 વર્ષમાં આ 12 જગ્યા પર દરિયાઈ પાણીનો સ્તર વધવાનું જોખમ છે એવો અંદાજ પણ સરળતાથી લગાવી શકાય એમ છે. કંડલા-ઓખા અને મોગમુગાઓમાં 3.54 ઈંચ, ભાવનગરમાં 6.29 ઈંચ, મુંબઈમાં 3.14 ઈંચ, કોચ્ચીમાં 4.33 ઈંચ, તુતિકોરીન, ચેન્નઈ, પારાદીર અને મેંગલોરમાં 2.75 ઈંચ અને વિશાખાપટ્ટનમમાં 2.36 ઈંચ. કિડરપોરમાં આગામી 10 વર્ષ સુધી કોઈ જોખમ નથી, પરંતુ ભવિષ્યમાં વધતા જળસ્તરનું નુકસાન આ દરિયાકાંઠાના વિસ્તારોને થવાનું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.