તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજોડે આપઘાત:ભાવનગરના ધરાઈ ગામમાં પ્રેમી પંખીડાએ સજોડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

ભાવનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
ધરાઈ ગામમાં પ્રેમી યુગલે સજોડે આત્મહત્યા કરી - Divya Bhaskar
ધરાઈ ગામમાં પ્રેમી યુગલે સજોડે આત્મહત્યા કરી
 • જીવનમાં એક નહીં થઈ શકે તેવું લાગતા સજોડે આત્મહત્યા કરી

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ધરાઈ ગામનાં પાદરમાં તળાજા તાલુકાના અલગ ગામડામાં રહેતાં પ્રેમી પંખીડાએ મ વીજપોલ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ ફાની દુનિયાને અલવિદા કહી દેતાં ચકચાર મચી જવા પામી છે.

સમગ્ર બનાવ અંગે બગદાણા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના સરતાનપર ગામે રહેતા શ્રમજીવી પરિવારનો યુવાન કરણ બદ્રુભાઈ બારૈયા ઉ.વ 20 તળાજા પંથકમાં આવેલ વાડી-ખેતરોમાં મજુરી કામે જતો હોય એ દરમ્યાન તળાજા તાલુકા ગઢુલા ગામે રહેતી અને મજુરી કામે આવતી કિંજલ શાંતિભાઈ બાંભણિયા ઉ.વ.19 ના સંપર્કમાં આવતાં મુગ્ધાઅવસ્થાના ઉંબરે પહોંચેલ યુવક-યુવતી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને આ પંખીડા અવારનવાર એકાંતમાં મળતાં હતાં.

પરંતુ આ પ્રેમની જાણ યુવતીના પરિજનોને થતાં તેઓએ યુવતીને યુવાન કરણ સાથે પ્રેમ સંબંધો તોડી નાખવા જણાવી મજૂરી કામે જવાનું બંધ કરાવી દીધું હતું. આમ આ પ્રેમી યુગલ કયારેય એક નહીં થઈ શકે એ વાતના વસવસા સાથે એકબીજાના વિરહમાં દિવસો પસાર કરતાં હતાં. જેમાં ગત મોડી રાત્રે યુવતીને તક મળતાં તે ઘરેથી પરિવારની નજર ચુકવી ભાગી નકળી યુવાન કરણને મોબાઈલ કરી મળવા બોલાવ્યો હતો ત્યાંથી બંને ભાગીને ભગુડા આવ્યાં હતાં જયાં સમય પસાર કરી સાથે જીવવા-મરવાના કોલ સાથે ધરાઈ-બગદાણા રોડપર ધરાઈ ગામની સીમમાં તળીયા વિસ્તાર તરીકે ઓળખાતી પડતર જગ્યામાં એક વીજ પોલ સાથે દોરી બાંધી યુવક-યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ ઘટનાની જાણ બગદાણા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબ્જો લઈ પીએમ માટે બગદાણા સરકારી હોસ્પિટલમાં ખસેડી મૃતક યુવક-યુવતીના પરિવારને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો