તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ભાજપના સ્થાપના દિવસની ઉજવણી, ભાવનગરમાં ત્રણ સ્થળો પર વીડિયો કોન્ફરન્સ યોજાઈ

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વડાપ્રધાને VCના માધ્યમથી શુભેચ્છા પાઠવી

6 એપ્રિલએ ભાજપના સ્થાપના દિવસ છે, સ્થાપના દિન નિમિત્તે ભાવનગર શહેરના ત્રણ સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વીડિઓ કોન્ફરન્સ કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી.

શહેરના ત્રણ ઝોનમાં વહેચવામાં આવ્યું હતું. જેમાં તખ્તેશ્વર ઝોન, ગોરીશંકર ઝોન, રૂવાપરી ઝોન વહેચવામાં આવ્યું હતું, તખ્તેશ્વર ઝોનમાં ભગવતી સર્કલ, કળિયાબીડ ખાતે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, શહેર મહામંત્રી અરુણભાઈ પટેલ, જ્યારે શહેરના બાલવાટિક ગૌરીશંકર ઝોન ખાતે મેયર કીર્તિબેન દાણીધારીયા, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી ડી.બી.ચુડાસમા અને રૂવાપરી ઝોન શિવાજી સર્કલ ખાતે રાજયમંત્રી વિભાવરીબેન દવે, મહામંત્રી યોગેશભાઈ બદાણી સહિતના સંગઠનના તમામ હોદેદારો, વોર્ડ પ્રમુખો, મહામંત્રી, નગરસેવકો તથા પાર્ટીના કાર્યકરો ભાઈઓ-બહેનો વિડિઓ કોન્ફરન્સ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો