ભાવનગરમાં ભાવસિંહજી પોલિટેનિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓની જે મીડ સેમેસ્ટર પરીક્ષા લેવામાં આવી રહી છે તેમાં એક જ દિવસમાં બે પેપર લેવામાં આવે તેવી રીતે સમયપત્રક હોય વિદ્યાર્થીઓએ યુવક કૉંગ્રેસ અને એનએસયુઆઇને સાથે રાખીને આ બાબતે સંસ્થાના પ્રિન્સિપાલને રજૂઆત કરતા આ રજૂઆતનો પડઘો પડ્યો છે અને હવે સોમવારથી વિદ્યાર્થીઓની રોજની એક એક વિષયની પરીક્ષા લેવામાં આવશે તેમ જણાવ્યું હતુ.
બીપીટીસીઆઈ કોલેજમાં વિદ્યાર્થીઓની મીડ સેમ પરીક્ષામાં કોલેજ દ્વારા એક દિવસમાં 2 પેપર રાખવામાં આવેલ હોય જેના લીધે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને લઇને યુવક કૉંગ્રેસ તેમજ એન એસ યુ આઈ દ્વારા કોલેજના પ્રિન્સિપાલને રજૂઆત કરવામાં આવી હતી. NSUIના ગિરિરાજસિંહ વાળા યુવક કોંગ્રેસના પ્રિયાંશું દવે વિગેરે જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.