તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ભાવનગર:બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ.અમીચંદ્રજી કાળધર્મ પામ્યા, ‘જય જય નંદા’ના નાદ સાથે પાલખીયાત્રા નીકળી

ભાવનગર2 મહિનો પહેલા
  • 90 વર્ષના પૂ. અમીચંદ્રજીએ 73 વર્ષ સંયમ જીવનનું પાલન કર્યુ

ગુજરાતના સ્થાનકવાસી સંપ્રદાયોના સંતોમાં સૌથી સુદીઘે સંયમ પયોયધારી બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય ગુરૂદેવ અમીચંદ્રજી મહારાજ સાહેબ સમાધિ ભાવે બોટાદમાં ધર્મસ્થાનકમાં ગઇકાલે રાત્રે 10.50 મિનિટે કાળધર્મ પામ્યા હતા. સંથારો થીજી ગયાના સમાચાર મળતા જૈન સંપ્રદાયના લોકો દર્શન કરવા માટે ઉમટ્યા હતા. ત્યારે આજે સવારે 10.30 કલાકે પાલખી યાત્રા નીકળી હતી. જેમાં સાધુ ભગવંતો અને જૈન જૈનેતરો જોડાયા હતા. જય જય નંદાના નાદ સાથે શહેરના વિવિધ માર્ગો પર ફરીને પાલખીયાત્રા સ્મશાન ગૃહે પહોંચી હતી અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.

સમસ્ત જૈન સમાજમાં ઘેરો શોક છવાયો
પૂ.અમીગુરૂના દેવલોકાગમનથી બોટાદ સંપ્રદાય તેમજ જીન શાસનને બહુ મોટી ખોટ પડી છે. પૂ.અમીચંદ્રજી ગુરૂદેવની પાલખીયાત્રા ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી જૈન આરાધના ભૂવન ખાતેથી જય જય નંદા, જય જય ભદાના જયનાદ સાથે પ્રસ્થાન થઇ હતી અને અંતિમવિધિ કરાઇ હતી. કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી સરકારના માર્ગદર્શન અનુસાર પાલખીયાત્રામાં ગાઇડલાઇનનું પૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. તેમની વિદાયથી સમસ્ત જૈન સમાજમાં ઘેરો શોક છવાયો છે.

90 વર્ષના માનવ જીવનમાં 73 વર્ષ જિનાજ્ઞામય સુદીઘે સંયમ જીવનનું પાલન કર્યુ
પૂ.અમીગુરૂએ 90 વર્ષના માનવ જીવનમાં 73 વર્ષ જિનાજ્ઞામય સુદીઘે સંયમ જીવનનું પાલન કર્યુ હતું. અનેક સંપ્રદાયના પૂ.સંત-સતીજીઓ પૂ.અમીગુરૂના દર્શન માટે આવતા હતા. પૂ.અમીગુરૂને દરેક સંપ્રદાયના સંતો સાથે આત્મીયતા ભર્યો સંબંધ હતો. પૂજ્ય અમીચંદ્રજી સાહેબે બોટાદ સંપ્રદાયના મુખ્ય ક્ષેત્રો બોટાદ, પાળિયાદ, રાણપુર, ગઢડા, ઢસા, લાઠી, દામનગર તેમજ સૌરાષ્ટ્ર,મહારાષ્ટ્ર,મારવાડ સહિત અનેક નાના-મોટા ક્ષેત્રોમાં વિચરણ કરી જિન શાસનની અજોડ શાસન પ્રભાવના કરી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો