તળાજા પંથકની એક મહિલા વરતેજ પાસેના એક ગામમા લગ્ન પ્રસંગે આવેલ તે દરમીયાન તેણીના કૌટુંબીક દિયરે તેને ઘરે બોલાવી એકલતાનો લાભ લઈ તેણી પર દુષ્કર્મ આચરી કોઈને કહેવાની નહીતો મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વરતેજ પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લીધો હતો.
તળાજા બાજુના એક ગામની મહિલા વરતેજ પાસેના વાવડી ગામે લગ્નપ્રસંગે આવી હતી. દરમીયાન તેણીના કૌટુંબીક દિયરની નઝર બગડતા તેણે ભાભીને તેના ઘરે બેસવા બોલાવી હતી. બાદ મીઠી મીઠી વાતો કરી તેને ભોળવી એકલતાનો લાભ ઉઠાવી દિયરે બળજબરી પૂર્વક તેની પર દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનેલ ભાભીએ વરતેજ પોલીસ મથકમા આ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.