સામાન્ય બાબતે હુમલો:ભાવનગરના સોડવદરા ગામે દરવાજો બંધ કરવા જેવી બાબતે સગર્ભા પર ચાર મહિલાઓએ હુમલો કરી માર માર્યો

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી

વરતેજ તાબેના સોડવદરા ગામે દરવાજો બંધ કરવા જેવી મામૂલી બાબતે ચાર મહિલાઓએ એક સગર્ભા મહિલા પર હુમલો કરી ઢીકાપાટુંનો માર માર્યો હતો. સર્ગભા મહિલાને પેટ પર લાતો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત પરિણીતાને સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા કોળીવાડ વિસ્તારમાં રહેતી પિરણીતા માનસી રાહુલ મકવાણા ઉ.વ.22 તાજેતરમાં તેના સાસરીયાઓ સાથે સોડવદરા ગામે રહેતા અને બિમાર નણંદના ખબર-અંતર પુછવા ગઈ હતી. આ દરમિયાન ત્યાથી પરત ઘરે આવવા નિકળતા નણંદના ઘરનો દરવાજો બંધ કરવા મુદ્દે નણદના સાસરીયાની મહિલાઓએ માનસી સાથે બોલાચાલી કરી ગાળો આપી એકસંપ રચી હુમલો કર્યો હતો.

મહિલા પ્રેગ્નન્ટ હોવાનું જાણતા હોવા છતાં ધક્કો મારી પછાડી દઈ પેટ પર લાતો મારી ઈજા પહોંચાડી હતી. જેથી ઈજાગ્રસ્ત સગર્ભાને તત્કાળ સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં સારવાર બાદ સોડવદરા ગામે રહેતી છાયા, અંજુ, દક્ષા અને સગીતા વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી મહિલાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...