તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર જિલ્લા તળાજા નજીક સાંખડાસર ગામના પાટિયા પાસે વિદ્યાર્થીઓએ હાઇવે ચક્કાજામ કર્યો હતો. બસ ઉભી નહીં રાખતા હોવાને લઈને હાઇવે ચક્કાજામ કર્યો છે આ ચક્કાજામને લઈ વિદ્યાર્થીઓ રસ્તો પર ઉતરી આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ચક્કાજામ કરતા ટ્રાફિકજામ થયો હતો અને વાહનોના થપ્પા લાગ્યા હતા.
તળાજા-મહુવા નેશનલ હાઈવે સાંખડાસર ગામના પાટીયા પાસે એસટી બસ વિદ્યાર્થીઓ માટેના રોકવામાં આવતા રોષે ભરાયેલ વિદ્યાર્થીઓએ રોડ બ્લોક કરી હાઇવે રોડ પર ચક્કાજામ કર્યો હતો. રોડ પર ચક્કાજામ ના કારણે રોડ પર બંને તરફ વાહનોના થપ્પા લાગતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ વિદ્યાર્થીઓ અને ગામલોકોને સમજાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
ડેપો મેનેજરને જાણ કરાતા ડેપો મેનેજર સ્થળ પર દોડી આવતા રોષે ભરાયેલ વિદ્યાર્થીઓએ જણાવેલ કે તળાજા સાખડાસર ગામે વિદ્યાર્થીઓ માટે લોકલ કે એક્સ્પ્રેસ બસ નીકળતી હોવા છતાં પણ ઉભી રાખવામાં આવતી નથી, જ્યારે પણ ફરિયાદ કરીએ ત્યારે ડાઈવર અને કંડકટર એકબીજાના બહાના કાઢી વિદ્યાર્થીઓ તેમજ ગામ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાની રોષભેર જણાવતા ડેપો મેનેજરએ વિદ્યાર્થીઓ માટે એસટી બસ ચાલક વિરુધ્ધ કાર્યવાહી તેમજ બસ વિદ્યાર્થીઓ માટે ઉભી રાખવાની ખાતરી આપ્યા બાદ વિદ્યાર્થીઓએ રસ્તો ખુલ્લો કર્યો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.