ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ શહેરના રૂપમ ચોક, અલકા ટોકિઝ, કુંભારવાડા અને એસ.ટી.સ્ટેન્ડ વિસ્તારમાંથી લારી, કાઉન્ટરો તથા પાકા દબાણો હટાવવામાં આવ્યા હતા, તથા ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ફાયર સ્ટેશન નજીક દબાણકર્તાઓએ કરેલા દબાણો સ્વયંભુ હટાવ્યા હતા.
જુદા જુદા વિસ્તારોમાંથી દબાણો હટાવ્યા
ભાવનગર મહાનગરપાલિકા દબાણ હટાવ સેલના અજીતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આજરોજ શહેરના રૂપમ ચોક, અલ્કા ટોકીઝ, કુંભારવાડા, એસ.ટી.બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવામાં આવ્યા હતા, જેમાં રૂપમ ચોક વિસ્તારમાંથી બે લારીઓ જપ્ત કરવામાં આવી હતી. જ્યારે અલકા ટોકીઝ પાસેથી 2 લારીઓ તથા 2 કાઉન્ટર જપ્ત કરવામાં આવ્યા હતા, જ્યારે કુંભારવાડા વિસ્તારમાંથી બે કાઉન્ટરો તથા બે પાકી કેબીનો તોડી પાડવામાં આવી હતી, એસટી સ્ટેન્ડ પાસેથી 2 કાઉન્ટરો જપ્ત કરવામાં આવ્યા હતા.
દબાણ હટાવ ઝુંબેશ યથાવત
ભાવનગર શહેરમાં દબાણ હટાવની ઝુંબેશ છેલ્લા ઘણા સમયથી પૂરજોશમાં ચાલી રહી છે. જેના ભાગરૂપે આજરોજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં દબાણો હટાવવામાં આવ્યા હતા, શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો ખડકાયા છે તેથી ટ્રાફિકની સમસ્યાને નિવારવા દબાણો હટાવવામાં આવી રહ્યા છે, જ્યારે આજે બપોર બાદ ટેકરી વાળા ચોક વિસ્તારોમાં માપણી કરીને સૂચનાઓ આપવામાં આવી હતી કે મકાનોમાં કરાયેલા ઓરડી, ઓટલા સહિતના પાકા દબાણો દબાણકર્તાઓએ સ્વયંભુ આ દબાણો હટાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.